રાજપીપલા સિવિલ હોસ્પિટલના સિનિયર રેસિડન્ટ એનેસ્થેસિયોલોજિસ્ટ ડો.હર્ષ ચૌધરીનો રૂમ માંથી મૃતદેહ મળ્યો

SHARE:

– ડો.હર્ષ ચૌધરીનું કુદરતી મૃત્યુ થયું છે કે એમણે આત્મહત્યા કરી છે એ મુદ્દે ઘૂંટાતું રહસ્ય 

– રાજપીપળા સિવિલ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગમાં સિનિયર રેસિડન્ટની પોસ્ટ પર કામ કરતા હતા.

– ડો.હર્ષ આઈ.વી ડ્રગ્સ લેતા હતા હોવાનું સુપ્રિટેન્ડેન્ટ નો ખુલાસો

(જ્યોતિ જગતાપ,રાજપીપલા) 

રાજપીપલા સિવિલ હોસ્પિટલના સિનિયર રેસિડન્ટ એનેસ્થેસિયોલોજિસ્ટ ડો.હર્ષ ચૌધરીનો રૂમ માંથી મૃતદેહ મળી આવતા નર્મદાના તબીબી જગતમાં ચકચાર મચી જવા પામી છે.જોકે ડો.હર્ષ ચૌધરીનું કુદરતી મૃત્યુ થયું છે કે એમણે આત્મહત્યા કરી છે એ મુદ્દે રહસ્ય ઘૂટાઈ રહ્યું છે.સિવિલ સુપ્રીટેન્ડન્ટ ના જણાવ્યા અનુસાર રાજપીપળા સિવિલ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગમાં સિનિયરરેસિડન્ટની પોસ્ટ પર કામ કરતા હતા.એનેસ્થેસિયોલોજિસ્ટ ડો.હર્ષ ચૌધરીનો રૂમમાંથી મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા.

ડો.હર્ષ ચૌધરી 8 મે ના રોજ એમની ડ્યુટી પર આવ્યા ન્હોતા.એટલે તેમની તપાસ કરીહતી.અન્ય ડોકટરોએ ડો.હર્ષનો ફોન પર સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો.તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.તેઓના ફોન પર માત્ર રીંગજ વાગતી હતી અને તેઓ ફોઉપાડતાં ન હતાં.તેઓ ફોન ઉપાડતાં ન હોવાના કારણે સ્ટાફના સભ્યો તેમના.નિવાસે પહોંચ્યાં હતાં. રૂમ પર તપાસ કરી ત્યારે મૃતદેહ મળ્યો હતો.ડો.હર્ષ એમના બેડ પર બેભાન હાલતમાં મળી આવ્યા હતા.તુરંત ઈમરજન્સી વિભાગમાં લઈ જવાતા એમની તપાસ કરાતા તબીબોએ એમને મૃત જાહેર કર્યા હતા.આ તબીબ રાજપીપલા સિવિલમાં 6 મહિનાથી અહીંયા કામ કરતા હતા.ડો.હર્ષ આઈ.વી ડ્રગ્સ લેતા હતા હોવાનું સુપ્રિટેન્ડેન્ટ એ ખુલાસો કર્યો છે.મૃત્યુનું સાચું કારણ તો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે.આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે.તાવની બીમારી માટે આઈ.વી ડ્રગ્સ લેતા હતા.

માત્ર 30 વર્ષની ઉમંર ધરાવતાં ડૉ.હર્ષ ચૌધરી 6 મહિનાથી રાજપીપલાની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં હતાં.સાતમીતારીખે તેમણે ઓપરેશન વિભાગમાં તેમની ફરજ બજાવી હતી.ફરજ દરમ્યાન તેમની તબિયત સારી હતી. તેમને તાવ અને અશકિત રહેતીહોવાની ફરિયાદ સ્ટાફના અન્ય તબીબોને કરી હતી.આ બિમારી માટેતેઓ આઇવી ડ્રગ્સ લેતા હતા. આઈ.વી ડ્રગ્સના બદલે અન્ય કોઈ દવા લીધી હોય અથવા આઇ.વી. ડ્રગ્સના ઓવરડોઝના કારણે તેમનું મૃત્યુથયું હોવાની સંભાવના સિવિલ સર્જન ડૉ.મનીષ મહેતાએ વ્યક્ત કરી છે.હાલ તો તેમના મોતનું ચોકકસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરાવવામાં આવી રહ્યું છે.

તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર આઈ.વી ડ્રગ્સ એટલે કે ઈન્ટ્રાવેનસ ડ્રગ્સને સાદી ભાષામાં કહીએ તો એવા નશીલા પદાર્થો અથવા દવાઓ જે સોય દ્વારા સીધા નસમાં લેવામાં આવે છે. આ પદ્ધતિ વિશેની મુખ્ય બાબતો એ છે કે,જ્યારે કોઈ પદાર્થ સીધો લોહીમાં ઈન્જેક્ટ કરવામાં આવે છે, ત્યારે તે મગજ સુધી ખૂબ જ ઝડપથી પહોંચે છે,જેનાથી તેની અસર તાત્કાલિક અને તીવ્ર થાય છે.ડૉ.હર્ષ ચૌધરીએ પણ સિરિંજ મારફતે આઈ વી.ડ્રગ્સ લીધું હોવાની સંભાવના છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!