દ્વિતીય લગ્નોત્સવ – ૨૦૨૬: આગામી ૨૪ અને ૨૫મી મે ૨૦૨૬ના રોજ સમગ્ર વસાવા સમાજનું ગૌરવશાળી આયોજન!

SHARE:

– આદિવાસી સંસ્કૃતિના સાક્ષીએ પ્રભુતામાં પગલાં: ઝઘડીયા તાલુકાના બલેશ્વરના આંગણે વસાવા સમાજનો સમૂહ લગ્નોત્સવ

– પવન ક્રિકેટ ગ્રાઉન્ડ બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ ચંદ્રકાંતભાઈના અધ્યક્ષસ્થાને સમૂહ લગ્નના આયોજન અર્થે મિટિંગ યોજાઈ

 

(વિજય વસાવા,નેત્રંગ)

સમસ્ત વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ફતેસિંહ વસાવા અને સમગ્ર કમિટી દ્વારા આ વર્ષે પણ દીકરા-દીકરીઓ માટે નિશુલ્ક ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને આજરોજ પવન ક્રિકેટ ગ્રાઉન્ડ બલેશ્વર ખાતે કાર્યક્રમને અનુલક્ષીને સમસ્ત વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ ચંદ્રકાંતભાઈ અને કમિટીના અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે,સમસ્ત વસાવા સમાજ (ગુજરાત)ના પ્રમુખ ચંદ્રકાંતભાઈએ વસાવા સમાજને હાર્દિક અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, ‘આગામી ૨૪ મે, ૨૦૨૬ ના રોજ યોજાનાર આ કાર્યક્રમ વસાવા સમાજની એકતા અને સાદગીનું પ્રતીક છે. તો ચાલો, આપણે સૌ સાથે મળીને આ પ્રસંગમાં સહભાગી થઈએ, આપણી પરંપરાને વધુ મજબૂત બનાવીએ અને નવદંપતીઓને આશીર્વાદ પાઠવીએ.’

આ મિટિંગમાં આયોજક દ્વારા સમૂહ લગ્નમાં જોડાનાર નવયુગલો તેમજ તેમના પરિવારજનોને જરૂરી માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી. જ્યાં લગ્નવિધિ દરમિયાન અનુસરવાની પ્રક્રિયા, વ્યવસ્થાઓ અને કાર્યક્રમ અંગે વિગતવાર સમજ અપાઈ હતી.

આ તબક્કે, નવ યુગલો માટે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આગામી તારીખ ૨૪મી મે અને ૨૫ મે ૨૦૨૬ ના રોજ યોજાનાર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહેવાના હોવાથી પાર્કિંગ, ભોજન, બેસવાની વ્યવસ્થા, સુરક્ષા તેમજ અન્ય જરૂરી સુવિધાઓ અંગે પણ તલસ્પર્શી ચર્ચા કરવામાં આવી હતી અને કમિટીના સભ્યોની જવાબદારીઓને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

અત્રે ઉલ્લેખનીય છે કે,ઝઘડીયા તાલુકાના પવન ક્રિકેટ ગ્રાઉન્ડ, બલેશ્વર ખાતે આ ભવ્ય આયોજન સંપન્ન થનારું છે.

સમસ્ત વસાવા સમાજ દ્વારા આયોજિત આ સમૂહ લગ્નમાં કુલ ૨૦૧ યુગલો આદિવાસી પરંપરા અને રીત-રિવાજ મુજબ પ્રભુતામાં પગલા પાડવાના છે, જેને લઈને સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે સમાજના આગેવાનો અને આયોજકો દ્વારા આ સમૂહ લગ્નને સફળ બનાવવા સૌના સહકારની અપીલ કરવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!