શ્રી રેવા રામાનંદી ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર સંપન્ન

SHARE:

ભરૂચ,
શ્રી રેવા રામાનંદી ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા નીલકંઠ મહાદેવ મંદિર ખાતે દ્વિતીય સમૂહ યજ્ઞોપવીત સંસ્કાર સમારોહ પ્રમુખ ગજાનંદભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.જેમાં છ જેટલા બટુકોને આશિષ પ્રદાન કરવા મોટી સંખ્યામાં સમાજ અગ્રણીઓ,હોદ્દેદારો,ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ખાસ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી પધારી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.
શ્રી રેવા રામાનંદી ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ જે શૈક્ષણિક, સામાજિક, આરોગ્ય લક્ષી સેવાઓ કરે છે.સનાતન ધર્મના ઉત્પત્તિ સ્થાનના સાધુ રામાનંદ આચાર્યના વંશજો રામાનંદી સાધુ જે ભરૂચ જિલ્લા સહિત ગુજરાત ભરમાં વસવાટ કરે છે.જે રામાનંદી પરંપરા અનુસાર ભગવાનને લાડ લડાવવા,જનોઈ ધારણ કરવી એટલે ભગવાન મારી સાથે છે,તેવો ભાવ પ્રગટ થાય છે.આજરોજ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે દ્વિતીય સમૂહ જનોઈ તથા વાર્ષિક સાધારણ સભા પ્રમુખ ગજાનંદભાઈ મહંતના અધ્યક્ષ સ્થાને યોજાય હતી.જેમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી,મહામંત્રી રામ પ્રકાશભાઈ વૈષ્ણવ, ટ્રસ્ટી ભગવાનભાઈ મહંત, પિયુષભાઈ વૈદ્ય,અતુલભાઈ મહંત,પ્રવીણભાઈ મહંત,વિનોદભાઈ મહંત, ઠાકોરભાઈ સાધુ, મહિલા મોરચા પ્રમુખ દિપાલીબેન એન દાસ, ઉપપ્રમુખ દીનાબેન મહેતા, દેવીલાબેન સાધુ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય બાદ બાળકો દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરાયું હતું.તથા પુષ્પ માળાથી સ્વાગત સન્માન કરાયું.આ પ્રસંગે મહાનુભાવોએ જણાવ્યું કે જનોઈ એ ફક્ત ધાગો પહેરવાનો નથી,પરંતુ જ્ઞાન વેચવાનો છે તેમ કહી જનોઈ ધારણ કરવું એટલે દેવ દેવી ઋષિમુનના આશિષ મેળવી સંસ્કારનું સિંચન કેળવે છે.સામૂહિક જનોઈ દ્વારા સમાજમાં ખર્ચના પ્રમાણમાં ઘટાડો થાય છે, સામાજિક એકતા અને સંગઠનમાં વધારો કરી પ્રગતિ થાય છે.આ સહિત રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં આભાર વિધિ પ્રગતિબેન મહંત દ્વારા કરવામાં આવી હતી.આ પ્રસંગે ભરૂચ જિલ્લા સહિત અન્ય જિલ્લા ગામો માંથી મોટી સંખ્યામાં ભાઈ-બહેનો હાજર રહ્યા હતા.

 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!