– વર્ષા ઋતુમાં વાંરવાર ખાડીઓ ઓવરફલોના લીધે થતા નુકશાન માટે જવાબદાર કુદરત કે માનવ સર્જિત?
– આગોતરા આયોજનના અભાવ માટે કોણ જવાબદાર? કલેકટરના આદેશનો પણ અમલ થયો નથી : પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા રૂબરૂ આવેદન આપી ઉચ્ચકક્ષાએ લેખિત ફરિયાદ કરી
અંકલેશ્વર,
અંકલેશ્વર તાલુકા અને અંકલેશ્વર શહેર હદ વિસ્તાર પાસેથી પસાર થતી ખાડીઓ અને કુદરતી કાંસોની પ્રી-મોન્સુન કામગીરી હજુ સુધી થયેલ નથી પ્રિમોન્સુનની કામગીરી માર્ચ-એપ્રિલ થી થવી જોઈએ આપણે ત્યાં વરસાદની શરૂઆત થાય ત્યારે પ્રિમોન્સુન કામગીરીની શરૂઆત થાય છે.એક વખત વરસાદ પડ્યા પછી એ કામગીરી શક્ય નથી અથવા નિરર્થક છે.ગત વર્ષે અનેક વખત ખાડીઓ ઓવર-ફલો થઈ હતી જેના લીધે પીરામણ ગામ,અંકલેશ્વર શહેર અને તાલુકામાં મોટી નુકશાની થઈ હતી. રસ્તાઓ બંધ થવાથી પ્રજાને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને આ વખતે સમયસર પ્રિમોન્સુન કામગીરીના થવાથી મોટી સમસ્યા સર્જાશે એવા ભય વ્યક્ત કરતા આવેદન પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા દ્વારા એડીશનલ ચીફ સેક્રેટરી, ભરૂચ કલેકટર અને નાયબ કલેકટરને રૂબરૂ આવેદન તેમજ ફોટા વિડીયો બતાવી ફરિયાદ કરી કામગીરી ચાલુ કરાવવા વિનતી કરવામાં આવી હતી જ્યાં નાયબ કલેકટર દ્વારા કામગીરી ચાલુ કરાવવામાં જરૂરી આદેશો આપ્યા હતા અને કામગીરી વેહલી તકે ચાલુ થશે એવું જણાવેલ છે.
આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ વખતે આમલાખાડી નવા બની રહેલ બ્રીજ , રેલ્વેકોરીડોર, એક્સપ્રેસ વે જેવા અનેક પ્રોજેક્ટોની ચાલુ કાર્યવાહીના કારણે અનેક નવા-નવા અવરોધો ઉભા કરવામાં આવેલ છે જો તાત્કાલીક આ અવરોધો દુર કરવામાંના આવે અને આમલાખાડીની વ્યવસ્થિત,સમયસર કામગીરીના થાય તો આ વખતે ભૂતકાળ કરતા મોટું નુકશાન થઈ શકે એમ છે.ગત વર્ષે આમલાખાડીની સફાઈ કામ બાબતે જે કાર્યવાહી થઈ હતી તે સંતોષકારકના હતી ફક્ત પેપર પર (મોબાઈલ ફોટા માં) કાર્યવાહી બતાવેલ હોવાના આક્ષેપો થયા હતા.
પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે “ ભૂતકાળમાં નાયબ કલેકટર ભગોરાની અધ્યક્ષતા માં દરેક સલંગ્ન વિભાગોના અધિકારીઓ સરપંચોની મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું અને આમલાખાડીને ઊંડી,પહોળી અને પાકી કરવાનું નક્કી કરવામાં આવેલ હતું જોકે વર્ષો પછી પણ કોઈ કાર્યવાહી થઈ નથી.આપણી પરંપરા મુજબ જયારે આફત આવે છે ત્યારે જ દરેક વિભાગો હરકત માં આવે છે પરંતુ ત્યારે મોડું થઈ જવાથી કોઈ યોગ્ય કાર્યવાહી થઈ શકાતી નથી “ આગ લાગે ત્યારે કુવો ખોદવો” એના કરતા આગોતરું આયોજન થાય એ જરૂરી છે.




