ઝઘડિયાના ગોવાલી ગામે હાઈવા ટ્રકની અડફેટે રાહદારીનું મોત નિપજ્યું

SHARE:

– પુરઝડપે આવતી ટ્રકે રાહદારીને કચડ્યો : ચાલક વાહન મૂકી ફરાર
(જયશીલ પટેલ, ઝઘડીયા)
ઝઘડિયા તાલુકામાં ફરી એકવાર પુરઝડપે દોડતા માલ વાહક વાહનોએ નિર્દોષનો જીવ લીધો છે.ઝઘડિયાના ગોવાલી ગામ પાસે બસ સ્ટેન્ડ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક રાહદારીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
બનાવની વિગત એવી છે કે ઝઘડિયાના ગોવાલી ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહેલા કિરણ ગીરીશભાઈ વસાવા ને કાળ બનીને આવેલી એક હાઈવા ટ્રકે જોરદાર ટક્કર મારી હતી.હાઈવા ટ્રક ઝડપમાં હતી જેથી રાહદારીને સંભળવાની તક પણ ન મળી અને તે ટ્રકના તોતિંગ ટાયર નીચે કચડાઈ ગયો હતો.અકસ્માત સર્જીને હાઈવા ચાલક પોતાની ટ્રક મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત થતા જ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.સ્પીડ બ્રેકર ન હોવાને કારણે ભારે વાહનો બેફામ ગતિએ પસાર થાય છે ઉપરાંત મુલદ ચાર રસ્તા થી નાનાસાંજા ફાટક સુધીમાં જે માર્ગ નવો બની રહ્યો છે તેમાં ગોકળગાયની ગતિએ ચાલતી અને અધુરી કામગીરીના કારણે ડાયવર્ઝન આપવા પડે છે જેના કારણે પણ અકસ્માતોની ભિતિ સેવાય છે.અગાઉ પણ આ માર્ગ પર અનેક નાના-મોટા અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે.પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.પરંતુ સવાલ એ ઉભો થાય છે કે, શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? શું આ માર્ગ પર સ્પીડ બ્રેકર મૂકીને નિર્દોષ લોકોના જીવ બચાવવામાં આવશે ખરા?

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!