આમોદ ચાર રસ્તા ઉપર પાલિકાના એન્ટ્રી ગેટના પોપડા ખરતા લોકોમાં નાસભાગ મચી : વારંવાર પોપડા ખરતા હોવા છતાં પાલિકા તંત્ર બેફિકર

SHARE:

ભરૂચ,

આમોદ ચાર રસ્તા ઉપર નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ એન્ટ્રી ગેટના પોપડા ખરતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી.પાલિકા તંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે કારણ કે આમોદ નગરમાં અનેક ઈમારતો જર્જરિત થઈ ગયેલી છે.જે બાબતે તંત્રનું અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું હતું છતાં તંત્ર બેફિકર હોય તેમ લાગી રહ્યું છે.આમોદ નગર ટ્રાફિકથી ધમધમતા ચાર રસ્તા ઉપર આવેલા પાલિકાના એન્ટ્રી ગેટના પોપડા ખરી પડતા લોકો ભયભીત બન્યા છે.આમોદ પાલિકાએ બનાવેલો એન્ટ્રી ગેટ કોઈ રાહદારી કે વાહનચાલક માથે જીવનું જોખમ સમાન બની ગયો હોય તેમ લાગી રહ્યું તેમ છતાં પાલિકા તંત્રના પેટનું પાણી પણ હલતું નથી જે તંત્રની ઘોર બેદરકારી અને નઘરોળ વહીવટની ચાડી ખાય છે.આમોદની દયનીય સ્થિતિ માત્ર આ એક પાલિકાના એન્ટ્રી ગેટ પૂરતી સીમિત નથી પરંતુ સમગ્ર નગર અત્યારે જર્જરિત અને જોખમી ઇમારતો જોવા મળી રહી છે.આમોદના હાર્દ સમાન મુખ્ય બજારમાં આવેલો ઐતિહાસિક ટાવર, ચામડિયા હાઈસ્કુલમાં આવેલું રંગ ઉપવન, આમોદની જૂની કોર્ટની બિલ્ડિંગ તેમજ મામલતદાર કચેરી પાસે આવેલી બહુમાળી બિલ્ડીંગ સહિતના અનેક જાહેર માળખાઓ અત્યારે મોતનું તાંડવ કરી રહ્યા હોય તેમ જોખમી સ્તરે ઊભા છે.અગાઉ પણ આવા જર્જરિત બાંધકામોમાંથી પોપડા અને દીવાલો પડવાને કારણે નિર્દોષ નાગરિકો લોહીલુહાણ થયાના કિસ્સા નોંધાઈ ચૂક્યા છે ત્યારે તંત્ર વહેલી તકે જોખમી બનેલી ઇમારતો જમીનદોસ્ત કરે તેવી નગરજનોમાં ચર્ચાઓ છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!