આમોદના આછોદ ગામે બનતા બ્રિજના કામ નીચે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા ગ્રામજનોને હાલાકી

SHARE:

ભરૂચ,

દહેજ આમોદ વચ્ચે બનતા ફોરલેન રોડમાં આછોદ ગામે પાણીની લાઈનમાં પંચર પડતા ગામલોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.જેથી ગ્રામજનોએ આજરોજ બ્રિજનું કામ અટકાવી દેતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

દહેજ થી આમોદ વચ્ચે આશરે ૩૦૦ કરોડના ખર્ચે ફોરલેન રોડ બની રહ્યો છે.જેમાં આછોદ ગામ નજીક મોટા પુલ પાસે બ્રીજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.પરંતુ જે બ્રીજ બની રહ્યો છે તેની નીચેથી મીઠા પાણીની લાઈન પસાર થઈ રહી છે.ત્યારે પાણીની લાઈનમાં વારવાર પંચર પડતા પાણીનો ફોર્સ ઓછો મળતા આછોદ ગામમાં રહેતા ૧૦ હજાર લોકોને પીવાના પાણીના ફાંફા પડી રહ્યા છે.જેથી કાળજાળ ગરમીમાં આછોદ ગ્રામજનોનો ગુસ્સો ગરમાયો હતો અને મોટા પુલ પાસે નવા બનતા બ્રીજની કામગીરી અટકાવી દીધી હતી જેથી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

આછોદ ગામના તાલુકા પંચાયતના સદસ્ય ઈકબાલ પટેલે જણાવ્યું હતું કે જ્યાં સુધી અમારી પાણીની લાઈન બદલવામાં નહીં આવે ત્યાં સુધી બ્રીજની કામગીરી કરવા દેવામાં આવશે નહીં.કારણકે ચોમાસાને હજુ વીસ દિવસ વાર છે.જો ચોમાસા પહેલા પાણીની લાઈન બદલી નાખવામાં આવે તો ગ્રામજનોને રાહત થાય તેમ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માર્ગ અને મકાન વિભાગ હેઠળ દહેજ- આમોદ રોડનું કામ પૂરઝડપે ચાલી રહ્યું છે.જ્યાં મોટા પુલ પાસે મીઠા પાણીની લાઈન પસાર થઈ રહી છે જે પાણીની લાઈન વારવાર લીકેજ થતા આછોદ ગામના ૧૦ હાજર લોકોને અસર થઈ રહી છે.ત્યારે નવા બનતા બ્રીજ નીચેથી પસાર થતી પાણીની લાઈન બદલવા ગ્રામજનોની માંગ બુલંદ બની હતી.– માર્ગ મકાન વિભાગ અને પાંચ પુરવઠા વિભાગના સંકલનના અભાવે પાણી વિના ટળવળતા આછોદ ગ્રામજનો

દહેજ – આમોદ વચ્ચે ૩૦૦ કરોડથી વધુના ખર્ચે ફોરલેન માર્ગ બની રહ્યો છે.જેમાં આછોદ મોટા પુલ પાસે નવો બ્રીજ બની રહ્યો છે.જે બ્રીજ નીચેથી મીઠા પાણીની લાઈન આવેલી હતી.બ્રીજને કારણે વારંવાર પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા આછોદ ગ્રામજનો ભરઉનાળામાં પાણી વિના ટળવળી રહ્યા છે. જેથી ગ્રામજનોએ પાણીની લાઈન બદલવા માટે જેતે વિભાગને લેખિતમાં જાણ કરી હતી પંરતુ જાડી ચામડીના અધિકારીઓ પાણીની લાઈન બદલવાને બદલે લાઈન રીપેર કરી સંતોષ માની રહ્યા છે.બીજી તરફ પાણીની લાઇન બ્રિજના પીલ્લર નીચેથી પસાર થતા બ્રિજને પણ નુકશાન થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે ત્યારે વહેલી તકે લાઈન બદલી આપવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી હતી.ત્યારે માર્ગ અને મકાન વિભાગ તેમજ પાણી પુરવઠા વિભાગના સંકલનના અભાવે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!