– પ્રતિભાશાળી સમસાલ પટેલે આંતરરાષ્ટ્રીય સ્તરે શાનદાર સિદ્ધિ મેળવી સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું
ભરૂચ,
યુનાઈટેડ કિંગડમના નોટિંગહામ ખાતે યોજાયેલ WRPF યુકે વર્લ્ડ કપ 2026 માં મૂળ ભરૂચની સમસાલ પટેલે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.આ સિદ્ધિ સાથે સમસાલ પટેલે માત્ર ભારત જ નહીં પરંતુ ગુજરાત અને ભરૂચ જિલ્લાનું નામ પણ વૈશ્વિક કક્ષાએ રોશન કર્યું છે.સ્પર્ધા દરમિયાન તેમણે દમદાર દેખાવ સાથે પોતાની ક્ષમતાનો પરચો આપ્યો હતો.
તેણે ભરૂચમાં કોચ હર્ષિલ પટેલના માર્ગદર્શન અને કડક ટ્રેનિંગ હેઠળ તૈયારી કરી હતી. સતત મહેનત, શિસ્ત અને સમર્પણના કારણે તેઓ વિશ્વસ્તરીય સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
સમસાલ પટેલની આ સિદ્ધિને લઈને ભરૂચમાં ખુશીની લાગણી વ્યાપી જવા પામી છે.WRPF ઈન્ડીયા India, PFI, ગુજરાત સ્પોર્ટ્સ પાવરલિફ્ટિંગ એસોસિએશન તથા ભરૂચ જિલ્લાના લોકો દ્વારા તેને શુભેરછાઓ અને અભિનંદન પાઠવવામા આવી રહ્યા છે.સમસાલ પટેલની આ સફળતા ભરૂચના યુવાનો માટે પ્રેરણારૂપ બની છે.




