રાજપીપલા નગર પાલિકાના ભાજપાના પ્રમુખ – ઉપપ્રમુખ ચૂંટાયા : અપક્ષ ઉમેદવારે રોસ્ટર પ્રમાણે ચૂંટણી ન હોઈ વાંધો ઉઠાવ્યો 

SHARE:

– જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ભાજપાએ ગુમાવી હોવાથી ભાજપાના નેતાઓ કે આગેવાનો ફરક્યાંજ નહીં : વિજય સરઘસમાં ગણ્યા ગાંઠયા જ લોકો દેખાયા 

(જ્યોતિ જગતાપ,રાજપીપલા) 

રાજપીપલા નગરપાલિકાના નવા પ્રમુખ – ઉપપ્રમુખની ચૂંટણી રાજપીપલા ખાતે પ્રાંત અધિકારી પ્રસન્નજીત કૌરના અધ્યક્ષ સ્થાને અને ચીફ ઓફિસર તથા કુલ 7 વોર્ડના ચૂંટાયેલા 28 ઉમેદવારોની ઉપસ્થિતીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી.જેમાં ભાજપાના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાયા હતા. 

આજની ચૂંટણીમાં ભાજપા તરફથી પક્ષનો મેન્ડેટ શહેર પ્રમુખ અજિત પરીખે પ્રમુખ ઉમેદવાર તરીકે શિવાનીબેન મહેતા, ઉપપ્રમુખ તરીકે ઉત્કર્ષ વસાવા, કારોબારી ચેરમેન કુલદીપસિંહ ગોહિલ, પક્ષના નેતા પ્રજ્ઞેશ રામી અને દંડક તરીકે  ધર્મેશ સોલંકીના નામ જાહેર કર્યા હતા.

પ્રથમ પ્રમુખ ઉમેદવાર તરીકે બે નામો શિવાની મહેતા અને દામિની વસાવાના નામ જાહેર થતા આંગળી ઊંચી કરાવીને મતદાન કરાવતા પ્રમુખ તરીકે સૌથી વધુ મત 25 મત શિવાની મહેતાને અને 3 મત દામિની વસાવાને મળતા શિવાની મહેતાને ને પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર થયા હતાં જ્યારે ઉપપ્રમુખ તરીકે ઉત્કર્ષ વસાવાને ચૂંટણી અધિકારીએ ચૂંટાયેલા જાહેર કર્યા હતા.

આ પ્રસંગે નવા વારાયેલા મહિલા પ્રમુખ શિવાની મહેતાએ સૌનો આભાર માની રાજપીપળા નગરના વિકાસ માટે અને નગરના પ્રશ્નો હલ કરવાની ખાત્રી આપી હતી.ત્યાર બાદ વિજય સરઘસ નીકળ્યું હતું. આ ગણ્યા ગાંઠ્યા કાર્યકરો અને ઉમેદવાર સિવાય વિજય સરઘસમાં મોટાનેતાઓ, આગેવાનોની ગેરહાજરી સૂચક બની હતી.

જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ભાજપાએ ગુમાવી હોવાથી ભાજપાના નેતાઓ કે આગેવાનો ફરક્યાંજ નહોતા.વિજય સરઘસમાં ગણ્યા ગાંઠયા જ લોકો દેખાતા અને ભાજપાના કાર્યકરોના દેખાતા કાર્યકરોની નારાજગી સ્પષ્ટ દેખાતી હતી.જોકે વોર્ડ નંબર 3 ની અપક્ષ મહિલા કોર્પોરેટર દામિની વસાવાએ ચૂંટણી અધિકારી સમક્ષ આ ચૂંટણી રોસ્ટર મુજબ ના હોઈ ગેર બંધારણીય હોવાનું જણાવી વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે આ ચૂંટણી રોસ્ટર મુજબ પ્રમુખની ચૂંટણી આદિજાતિ અનામતની કરવાની હતી તેને બદલે સામાન્ય મહિલા પ્રમુખની ચૂંટણી કરી આદિવાસી અનામતનો હક છીનવી લીધો હતો આ બાબતે તેનો વિરોધ નોંધાવી ચૂંટણી પ્રક્રિયાને ગેરબંધારણીય ગણાવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!