ભરૂચના કબીરવડ નદીમાં મામા ભાણેજ ડૂબ્યા : તરવૈયા દ્વારા શોધખોળ શરૂ કરાઈ

SHARE:

ભરૂચ,

ઉનાળા વેકેશન સાથે જ ભરૂચના સુપ્રસિદ્ધ પ્રવાસન ધામ કબીરવડમાં મામા ભાણેજ ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. ભરૂચના સોન તલાવડી વિસ્તારમાં નર્મદા માર્કેટ લસણ વાળું ફળિયામાં 20 વર્ષીય અમિતભાઈ લખાભાઈ વાઘેલા રહે છે. વેકેશન હોવાથી સુરતના કોસાડ ગામે રહેતો 7 વર્ષીય ભાણેજ રાજ રાજેશભાઈ વાઘેલા વેકેશન માણવા મામાના ઘરે આવ્યો હતો.ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે મામા ભાણેજ કબીરવડ ગયા હતા.જ્યાં આજે બપોરે એક વાગ્યે તેઓ નર્મદા નદીમાં ન્હાવાની મજા લઈ રહ્યા હતા.દરમ્યાન ભાણેજ રાજ નદીના ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો.જેને બચાવવા જતા મામા અમિતભાઈ પણ નદીના ઊંડા પાણીમાં ડૂબ્યા હતા.બનાવની જાણ આસપાસ રહેલા અન્ય લોકો અને નાવિકોને થતા તેઓએ બચાવ પ્રક્રિયા હાથ ધરવા સાથે લાશ્કરો,તરવૈયાઓને જાણ કરી હતી.પરિવારજનો સહિત માછીમારોના ટોળે ટોળા ભેગા થઈ જવા સાથે નદીમાં લાપતા બનેલા મામા ભાણેજની શોધખોળ હાથ ઘરાય હતી.મોડી સાંજ પડી જવા છતાં ભાણેજ કોઈ પત્તો લાગ્યો ન હતો.પરિવારજનોના આક્રંન્ડ વચ્ચે સ્થાનિકોએ કબીરવડ યાત્રા ધામને વિકસાવવા ખોડાયેલા ખાડામાં બન્ને ન્હાતા ન્હાતા ડૂબી ગયા હોવાના આક્ષેપ કરાયા હતા.સાંજે છ વાગ્યે મામા અમિતનો મૃતદેહ મળી આવ્યો હોવાની વિગતો સાંપડી હતી.જેઓએ હમણાં 12 પાસ થયા બાદ કોલેજમાં પ્રવેશ મેળવનાર હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!