નેત્રંગના વાંદરવેલી ગામની સીમમાં ધોળે દિવસે સબર્મસિબલ મોટરના કેબલની ચોરી કરવા આવેલ તસ્કરને ખેડુત પરિવારે ઝડપી લઈ પોલીસ હવાલે કર્યો

SHARE:

– ઝઘડીયાના હરીપુરા ગામના તસ્કર પાસેથી રૂપિયા ૩૮૫૦૦ નો મુદામાલ જપ્ત

(વિજય વસાવા,નેત્રંગ)

નેત્રંગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની સીમમાં હાલમાં ઉનાળાની સિઝનમાં ખેડુતો પોતાના ખેતરોમાં બોર – સબર્મસિબલ મોટરો ઉતારી પિયત ખેતી કરતા હોય,તેવા સંજોગોમાં ધોળે દિવસે મોટરો તેમજ કેબલ વાયર ચોર ટોળકી સક્રિય થતા ચિતાની સાથે ભયનો માહોલ ખેડુતોમાં જોવા મળી રહ્યો છે.

નેત્રંગ – રાજપીપલા રોડ પર આવેલ તાલુકાનું વાંદરવેલી ગામ આવેલ છે.આ ગામના આંગણવાડી ફળીયામાં રહેતા સતિષ સોમાભાઈ વસાવાની વાંદરવેલી ગામની સીમમાં સવેં નંબર ૫૦ ખાતાનં ૧૩૧ વાળી ખેતીની જમીનમાં પિયત ખેતી કરવા માટે બોર મોટર છે.તા.૨૧ ના રોજ સતિષ વસાવા સવારના નવ વાગે પોતાના ખેતર ગએલ અને ખેતર શેઢા પર આવેલ આંબા ના ઝાડ પર કેરી તોડવા ચઢેલ હતો, તે સમયે એક ઈસમ મોટરસાયકલ લઈને આવેલ તેના ખેતરની બાજુમાં મોટરસાયકલ મુકી ખેતરમાં બોર મોટર મુકેલ છે,તે જગ્યાએ આવી કેબલ કાપતો હોવાનું જણાતા સતિષ આંબા ના ઝાડ પર થી ઉતરીને ખેતરમાં આવેલ પોતાના ઘરે જઇ ને માતાપિતાને જાણ કરી તેવોને બોલાવી લાવી ખેતરમાં સંતાય ને જોતા ઇસમ બોર મોટર પાસે વાયર સાથે છેડછાડ કરતો હોવાનું માલુમ પડતા તેની પાસે જઈ શું કરી રહ્યો છે.તેમજ કેબલ કપાયેલ માલુમ પડતા તેની પુછપરછ કરતા જ તે જંગલ વિસ્તારમાં ભાંગી ગએલ બુમાબુમ કરતા આજુબાજુના ખેતર વાળા તેમજ ગામ માંથી અન્ય લોકોને જાણ થતા આવી ગએલ અને તેની શોધ ખોળ કરતા જંગલમાં એક ઝાડની ઓથ લઈ સંતાએલ હોય.જયા થી ઝડપી લઈ તેની પુછપરછ કરતા તેનું નામ નિલેશ રવિયાભાઈ વસાવા (રહે.હરીપુરા નવીવસાહત.તા.ઝઘડીયા જી.ભરૂચ) જણાવેલ જેને પકડી નેત્રંગ પોલીસ ને હવાલે કરેલ સતિષ વસાવાએ નિલેશ રવિયાભાઈ વિરૂધ્ધ નેત્રંગ પોલીસમાં ફરિયાદ નોધાવતા પોલીસે તેની પાસે કેબલ વાયર ૧૧૦ મીટર કિંમત રૂ.૧૩૨૦૦ કટર નંગ ૧ કિંમત રૂ.૧૫૦ દાતરડું નંગ ૧ કિંમત રૂ.૧૦૦ વાયર છોલવા માટે બ્લેડ નંગ ૨ કિમત રૂ.૫૦ કુલ કિંમત રૂ ૧૩૫૦૦ મોટરસાયકલ નંગ ૧ કિમત રૂ.૨૫૦૦૦ કુલ્લે ૩૮૫૦૦ નો મુદામાલ જપ્ત કરી તસ્કર નિલેશ રવિયાભાઈ વસાવા (રહે.નવીવસાહત હરીપુરા તા.ઝઘડીયા જી.ભરૂચ) વિરૂધ્ધ ગુનોં નોધી કાયદેસર કાર્યવાહી હાથઘરે છે.

પકડાયેલ તસ્કર ના રીમાન્ડ મેળવી ઉલટ તપાસ કરવામાં આવે તો અનેક ચોરીનો ભેદ ઉકલી શકે તેમ હોવાનું પ્રજામાં ચર્ચાઈ રહ્યુ છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!