આમોદ નગર પાલિકાના વિપક્ષી સભ્યોએ ચોમાસા પહેલા પ્રિમોન્સુનની કામગીરી તેમજ પેન્ડિંગ કામો પૂર્ણ કરવા રજૂઆત કરી

SHARE:

ભરૂચ,

આમોદ નગર પાલિકાના નવા ચૂંટાયેલા ભાજપના સભ્યોએ આજ રોજ નગર પાલિકાના મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી ચોમાસા પહેલા નગરના સ્લમ વિસ્તારોમાં ગટર સફાઈ કામગીરી તેમજ પ્રિ-મોન્સુનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માંગ કરી હતી. તેમજ લાંબા સમયથી પેન્ડિંગમાં રહેલા નગરના વિકાસના કામો વહેલી તકે શરૂઆત કરવા માંગ કરી હતી.વિપક્ષી સભ્યોની સક્રિયતાથી નગરના રાજકારણમાં ગરમાવો આવી હતો.

આમોદ નગરના અનેક વિસ્તારોમાં ગટરોની સફાઈ સમયસર ન થતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.જેથી ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ઉભી ન થાય તે માટે પ્રિ.મોન્સુન કામગીરી તાત્કાલિક શરૂ કરવા માંગ કરી હતી.

આમોદ પાલિકાના વિપક્ષી સભ્યોએ પાલિકાના પ્રમુખ મહેન્દ્ર દેસાઈ તેમજ ઉપપ્રમુખ સાજીદઅલી રાણા સમક્ષ પણ મૌખિક રજૂઆત કરી હતી.આ બાબતે ઉપપ્રમુખ સાજીદઅલી રાણાએ જણાવ્યું હતું કે નગરમાં પ્રિ- મોન્સુનની જરૂરી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ટીમ દ્વારા તબક્કાવાર રીતે તમામ વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવશે.વધુમાં ઉપપ્રમુખે જણાવ્યું હતું કે વિકાસના પેન્ડિંગ કામોના દસ્તાવેજો અને પેપરનો અભ્યાસ કરી સંબંધિત કોન્ટ્રાક્ટરોને એસ્ટિમેટ મુજબ કામગીરી કરવા સૂચનાઓ આપવામાં આવી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!