દહેજ સેઝ – ૨ માં આવેલ કેમલિન કંપનીમાં મોડી રાત્રીએ ભીષણ આગ લાગતા દોડધામ

SHARE:

– ધૂમાડાના ગોટે ગોટા આકાશમાં ઉડ્યા : સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો 

ભરૂચ,

વાગરા તાલુકાની દહેજ GIDC વિસ્તારમાં આવેલી કેમલિન સેઝ-2 કંપનીમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટા દૂર દૂર સુધી આકાશમાં દેખાતા હતા.જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.આગ લાગ્યાની જાણ થતાં આસપાસના ઉદ્યોગો તેમજ સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસોમાં લાગી ગઈ હતી.આગના કારણે કંપની પરિસરમાં ભારે દહેશત જોવા મળી હતી.પ્રાથમિક માહિતી મુજબ હાલ સુધી કોઈ જાનહાનિ અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી.જોકે આગના કારણે કંપનીને મોટા પાયે નુકસાન થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને સંબંધિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.દહેજ GIDC વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી આગની ઘટનાઓ વારંવાર બનતી હોવાના કારણે ઉદ્યોગોમાં સલામતી વ્યવસ્થાઓ અને ફાયર સેફ્ટીના અમલ અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે.સ્થાનિકોમાં પણ આવા બનાવો અટકાવવા માટે કડક સુરક્ષા પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.

Follow Social Media link :

https://www.instagram.com/bninewsbharuch?igsh=djYwejNkMXVxOHc4

https://www.youtube.com/@BniNews

https://www.facebook.com/share/1biX1nZzN3/

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!