– સંજનાબેન વસાવા પ્રમુખ જ્યારે ઉપપ્રમુખ તરીકે સંગીતાબેન તડવી ચૂંટાયા
(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
આજરોજ નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે નર્મદા જિલ્લાના ઈતિહાસમાં સૌ પ્રથમવાર નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટી એ સંપૂર્ણ બહુમતી સાથે જીતી હતી.આવી જ સૌને વધાવવા આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કલેક્ટર નાઅધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે જેમાં પ્રમુખ તરીકે આદિજાતિ અનામત બેઠક પર સામોટ બેઠકના વિજેતા સંજનાબેન અનિરુદ્ધ વસાવા ને મહિલા પ્રમુખ તરીકે ચુટી કાઢવામાં આવ્યા હતા.જ્યારે ઉપપ્રમુખ તરીકે.નઘાતપોર બેઠકના ઉમેદવાર સંગીતા વિક્રમ તડવીની વરણી કરવામાં આવી હતી.જેમાં જિલ્લા પંચાયતની કુલ 22 બેઠકો પૈકી બહુમતી ધરાવતા આમ આદમી પાર્ટીના 15 સદસ્યો અને ભાજપના સાત સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા આમ આદમી પાર્ટીના આ વિજય ગૌરવને વધારવા આજે ખાસડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા, જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સહીત આપના કાર્યકરોએ ફુલહાર પહેરાવી શુભકામના પાઠવી હતી પ્રમુખે સૌનો આભાર માની જિલ્લા પંચાયતનું લોકાભીમુખ સ્વચ્છ વહીવટ કરવા અને લોકોના તથા વિકાસના કાર્યો કરવાની ખાત્રી આપી હતી.




