આમોદમાં કાળઝાળ ગરમી વચ્ચે ઠંડી છાસનું વિનામૂલ્યે વિતરણ કરાયું : રાહદારીઓ અને વાહનચાલકોને મળી રાહત

SHARE:

ભરૂચ,
આમોદ નગરમાં તિલક મેદાન ખાતે આજ રોજ રાહદારીઓ અને વાહનચાલકોને ઠંડી છાસનું વિતરણ કરાતા લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી.
છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે.વધતા તાપમાન અને તીવ્ર ગરમીના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત બન્યું હતું.જેથી કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળે તેવા શુભ હેતુ સાથે આમોદના તિલક મેદાન ખાતે લંડનમાં રહેતા NIR દિશાબેન રાજેશભાઈ પટેલ તરફથી ઠંડી છાસનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેવાકીય કાર્યક્રમ દરમ્યાનતિલક મેદાન વિસ્તારમાંથી પસાર થતા રાહદારીઓ, વાહનચાલકો, વેપારીઓ તેમજ દુકાનદારોને ઠંડી છાસ પીવડાવવામાં આવી હતી.ગરમીના કારણે પરેશાન બનેલા લોકોએ છાસનો લાભ લઈને રાહતનો અનુભવ કર્યો હતો.ગરમીમાં ઠંડી છાસ મળતા લોકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.
આમોદ તિલક મેદાન ખાતે સ્નેહલ કાપડિયાના માર્ગદર્શન હેઠળ કેતન પટેલ, બાબુભાઈ માછી, રાહુલ વાળંદ, વૈભવ શાહ,રોનક રામી તેમજ દેવેન્દ્ર માછીએ છાસ વિતરણની સેવા કરી હતી.ત્યારે લોકોએ યુવાનોની સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી.સ્નેહલ કાપડિયાએ જણાવ્યું હતું કે ઉનાળાની ઋતુ દરમ્યાન ગરમીથી લોકોને ડિહાઇડ્રેશન ના થાય અને તકલીફ ના થાય તે માટે લંડન રહેતા દિશાબેન રાજેશ પટેલ તરફથી અમોને ઠંડી છાસ વિતરણ કરવા માટે પુણ્યનું કામ આપ્યું હતું.આમોદમાં ૮૦ થી વધુ લિટર ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!