ભરૂચના ઝાડેશ્વર નજીક હાઈવા ટ્રકમાં આગ

SHARE:

ભરૂચ,

ભરૂચ શહેર નજીક ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાં એક હાઈવા ટ્રકમાં અચાનક આગ લાગી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ઘટનાના પગલે અતિવ્યસ્ત માર્ગ પર થોડા સમય માટે વાહનચાલકોમાં દોડધામ મચી ગઈ હતી.

પ્રાથમિક માહિતી મુજબ હાઈવા ટ્રકમાં આગ લાગતા વાહનચાલકે સમયસૂચકતા દાખવી તરત જ ટ્રકમાંથી બહાર નીકળી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા.

આગની ઘટનાની જાણ ભરૂચ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ તરફ રવાના થઈ હતી. આગ કયા કારણોસર લાગી તે અંગેની વિગતો હજુ સુધી બહાર આવી નથી. જોકે, ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.

ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવા અને વધુ નુકસાન અટકાવવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટનાને પગલે ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!