ભરૂચ,
અંકલેશ્વર શહેર માં શારદા ભવન ખાતે યોજાયેલી આ કાર્યશાળામાં ભરૂચ જિલ્લા ભાજપ મહામંત્રી અને અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા ઝોન મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી,જિલ્લા મહામંત્રી પરેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં જિલ્લા કોસાધ્યક્ષ જગદીશ શાહ, શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુસ્કરણા, તાલુકા પ્રમુખ ચંદ્રેશ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વિવેક ભરડીવાળા, પાલિકા પ્રમુખ જીગ્નેશ અંદારીયા,જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અજિત વસાવા સહિતના આગેવાનો અને સભ્યો હાજર રહ્યા હતા.કાર્યશાળામાં કાર્યકરોને મોદી સરકારના 12 વર્ષના ઉપલક્ષમાં 5 થી 21 જૂન દરમિયાન યોજાનારા કાર્યક્રમો વિશે માહિતી અપાઈ હતી. કાર્યક્રમોમાં વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, પ્રતિષ્ઠિત વ્યક્તિ સંપર્ક અભિયાન, પ્રગતિ પથ યાત્રા અને વિકસિત ભારત સંકલ્પ સંમેલન જેવા આયોજનોનો સમાવેશ થાય છે. તમામ કાર્યક્રમોનું આયોજન ઇંધણ બચાવો અભિયાનને ધ્યાનમાં રાખીને કરવા અનુરોધ કરાયો હતો.




