રાજપીપળા ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે નર્મદા જિલ્લામાં જનજાગૃતિ રેલી યોજાઈ

SHARE:

– “તમાકુ મુક્ત સ્કૂલ”, “તમાકુ મુક્ત ગામ” જેવા સૂત્રોચ્ચારો કરાયા 

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી અંતર્ગત નર્મદા જિલ્લામાં તમાકુના સેવનથી થતા આરોગ્યલક્ષી દૂષ્પરિણામો અંગે જનજાગૃતિ ફેલાવવા માટે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રેલી દરમ્યાન મેડિકલ વિદ્યાર્થીઓ અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોસ્ટર-બેનરો સાથે “તમાકુ મુક્ત સ્કૂલ”, “તમાકુ મુક્ત ગામ” જેવા સૂત્રોચ્ચારો દ્વારા નાગરિકોમાં તમાકુનો સેવન ન કરવા અંગેનો સંદેશ ફેલાવ્યો હતો. રાજપીપલા વિસ્તારમાં પસાર થયેલી આ રેલી દ્વારા તમાકુના સેવનથી થતી હાનિકારક અસરો અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે નાંદોદ તાલુકા હેલ્થ અધિકારી ડૉ.નટવરસિંહ બારજોડે જણાવ્યું હતું કે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ વિશ્વ તમાકુ નિષેધ દિનની જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે તમાકુના સેવનથી કેન્સર, હૃદયરોગ, શ્વસન સંબંધિત ગંભીર બીમારીઓ સહિત અનેક આરોગ્ય સમસ્યાઓ સર્જાય છે.સમાજને તમાકુના વ્યસનથી મુક્ત રાખવા માટે સૌએ સંકલ્પબદ્ધ બનવાની જરૂર છે. તેમણે નર્મદા જિલ્લાના તમામ નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવી તમાકુથી દૂર રહેવા અપીલ કરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!