ભરૂચ,
આગામી દિવસોમાં ભરૂચ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન, પ્રગતિ યાત્રા જનકલ્યાણ શિબિરના ઉપલક્ષમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થનાર છે.આ કાર્યક્રમોના તાલુકા કક્ષાએ સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેક્ટર ડૉ.નવનાથ ગવ્હાણેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ભરૂચ ખાતે બેઠક યોજાઇ હતી.
બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીએ ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભો મહત્તમ લાભાર્થીઓ સુધી પહોંચે તે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.તેમણે તમામ વિભાગના અધિકારીઓને પરસ્પર સંકલન સાધીને પૂર્વ તૈયારીઓ સમયસર સુનિશ્ચિત કરવા આદેશ આપ્યા હતા.આ સાથે જ કાર્યક્રમના સ્થળો પર નાગરિકો માટે તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પણ તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું.
આ બેઠકમાં આગામી કાર્યક્રમોની પ્રાથમિક રૂપરેખા રજૂ કરવામાં આવી હતી.કલેક્ટરે જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ નિયત આયોજન ઘડી કાઢવા અને વહીવટી તંત્રને સુસજ્જ રહેવા જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા.
બેઠકમાં, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નિવાસી અધિક કલેક્ટર પાર્થ જયસ્વાલ, પ્રાંત અધિકારીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




