– સુકો ગાંજો ૧ કિલો ૬૩૮ગ્રામ કિ.રૂ.૮૧,૯૦૦ નો મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ
(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
નર્મદા જીલ્લા I/C પોલીસ અધિક્ષક પી.આર.પટેલ દ્વારા જીલ્લામાં ગેરકાયદેસર ચાલતી માદક પદાર્થોની હેરાફેરી/વેચાણની પ્રવૃત્તિઓને સંપૂર્ણ રીતે નેસ્ત નાબુદ કરવા પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે પોલીસ ઈન્સ્પેકટર કે.એ.વાળા એસ.ઓ.જી શાખા નર્મદા તથા પોલીસ સબ ઈન્સ્પેકટર સી.ડી.પટેલ તથા એસ.ઓ.જી શાખાનાં માણસો દ્વારા મળેલ બાતમી આધારે આરોપી હિતેશભાઈ અરવિંદભાઈ વસાવા રહે- જીતનગર પોતાના કબજા ભોગવટા ના રહેણાંક ઘરમાંથી વેચાણ કરવા માટે રાખેલ ગેરકાયદેસર માદક પદાર્થ સુકો ગાંજો ૧ કિલો ૬૩૮ગ્રામ કિ.રૂ.૮૧,૯૦૦ તથા એક મોબાઈલ કિ.રૂ.૧૦,૦૦૦ તથા ઈલેકટ્રીકટ વજન કાંટો કિ.રૂ.૫૦૦ મળી કુલ કિ.રૂ.૯૨,૪૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી રાજપીપલા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરેલ છે.




