ભરૂચ,
વિશ્વ પર્યાવરણ દિવસ-2026 નિમિત્તે ડીસીએમ શ્રીરામ ઝઘડિયા ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમનો પ્રારંભ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રતિનિધિઓ એલ.વી.બ્રહ્મભટ્ટ (SO), ભાવેશ ગોસાઈ (AEE) અને પલક પાંડે (APE), તેમજ સાઈટના વરિષ્ઠ અધિકારીઓ COO બી.એમ.પટેલ, યુનિટ હેડ ડૉ.આર.પી.એસ.ચૌહાણ, HR હેડ જયંતિ પરમાર અને એન્વાયરમેન્ટ હેડ સંદીપન માંદ્રેની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.
ઉદ્ઘાટન સમારોહ દરમ્યાન મહાનુભાવોએ પર્યાવરણ સંરક્ષણ, જળવાયુ પરિવર્તન સામેના સામૂહિક પ્રયાસો અને ટકાઉ વિકાસના મહત્વ અંગે પોતાના પ્રેરણાદાયી વિચારો વ્યક્ત કર્યા હતા.કાર્યક્રમમાં યુવા કર્મચારીઓ દ્વારા પર્યાવરણ જાગૃતિ આધારિત Skit Play રજૂ કરવામાં આવી હતી.જેણે ઉપસ્થિત સૌને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને જાગૃતિનો અસરકારક સંદેશ આપ્યો હતો.
ત્યાર બાદ કર્મચારીઓ, કોન્ટ્રાક્ટ વર્કફોર્સ અને અધિકારીઓની સક્રિય ભાગીદારી સાથે પર્યાવરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સ્વચ્છ અને હરિયાળા પર્યાવરણ માટે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.કાર્યક્રમના અંતર્ગત સાઇટ ખાતે વિશાળ વૃક્ષારોપણ (Mass Tree Plantation) અભિયાન યોજાયું હતું.જેમાં મોટી સંખ્યામાં વૃક્ષોના રોપાઓ વાવી હરિયાળા ભવિષ્ય માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો.
આ સમગ્ર ઉજવણી દ્વારા DCM Shriram Ltd. એ “પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ” પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતાં કર્મચારીઓ અને સમાજમાં હરિત જીવનશૈલી અપનાવવાનો સંદેશ પ્રસરાવ્યો હતો.




