ઈન્ડિયન એસોસિએશન ઓફ ઓક્યુપેશનલ હેલ્થ ભરૂચ અંકલેશ્વર શાખા દ્વારા બે દિવસીય ગુજકોન પરિષદનું આયોજન

SHARE:

ભરૂચ,

ઈન્ડિયન એસોસિએશન ઓફ ઓક્યુપેશનલ હેલ્થ ભરૂચ અંકલેશ્વર શાખા દ્વારા બે દિવસીય ગુજકોન પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઈન્ડિયન એસોસિએશન ઑફ ઑક્યુપેશનલ હેલ્થ (IAOH)ની ભરૂચ-અંકલેશ્વર શાખા દ્વારા આયોજિત GUJCON 2026 પરિષદ 6 અને 7 જૂન દરમ્યાન ભરૂચની હોટેલ રિજેન્ટામાં યોજાઈ હતી.પરિષદમાં ગુજરાત તેમજ દેશના વિવિધ વિસ્તારોમાંથી ઑક્યુપેશનલ હેલ્થ નિષ્ણાતો, ડૉક્ટરો, સેફ્ટી પ્રોફેશનલ્સ અને ઉદ્યોગ ક્ષેત્રના પ્રતિનિધિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.પરિષદનું ઉદ્ઘાટન દિનેશ ગોમતીના હસ્તે કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમ્યાન IAOH ભરૂચ-અંકલેશ્વર શાખાના પ્રમુખ ડૉ.મહીલાલ મિશ્રા અને ઉપપ્રમુખ ડૉ.મુકુલ રહેવર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.બે દિવસીય પરિષદ દરમિયાન આરોગ્ય અને સલામતી, કર્મચારીઓની સુખાકારી, માનસિક આરોગ્ય, વ્યવસાયજન્ય રોગોની અટકાયત તેમજ ઉદ્યોગોમાં ઊભા થતા નવા આરોગ્ય પડકારો જેવા મહત્વપૂર્ણ વિષયો પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિવિધ વૈજ્ઞાનિક સત્રો, પેનલ ચર્ચાઓ અને સંશોધન રજૂઆતો દ્વારા ઉપસ્થિત પ્રતિનિધિઓને નવી માહિતી અને ઉપયોગી અનુભવો પ્રાપ્ત થયા હતા.આ પરિષદ ઉદ્યોગોમાં વધુ સુરક્ષિત અને સ્વસ્થ કાર્યસંસ્કૃતિના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!