ડાંગ જિલ્લાના ખેડૂતોને ‘ખેત બચાવો અભિયાન’ અને ‘ખાતર જાગૃતિ અભિયાન’ અંગે જાગૃત કરવામાં આવ્યા

SHARE:

ડાંગ,

સમગ્ર દેશમાં હાલમાં ચાલી રહેલ ‘ખેત બચાવો અભિયાન’ અને ‘ખાતર જાગૃતિ અભિયાન’ અંતર્ગત આજ રોજ ૬ જૂન ૨૦૨૬ ના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,ન. કૃ. યુ.,વઘઈ (ડાંગ) દ્વારા મલીન અને દોડીપાડા ગામ ખાતે ડૉ. હર્ષદ પ્રજાપતિ, વૈજ્ઞાનિક (બાગાયત), ડૉ. જેની એચ.લાલવાણી, વૈજ્ઞાનિક (ગૃહ વિજ્ઞાન), દીપેશભાઈ થોરાટ તથા અશવીનભાઈ ઘૂલૂમ , આત્મા, આહવા-ડાંગ દ્વારા ‘ખાતર જાગૃતિ અભિયાન’ અને ‘ખેત બચાવ અભિયાન’ અંતર્ગત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તાલીમ કાર્યક્રમમાં ખેડૂતોને જમીન સ્વાસ્થ્ય સુધારવા, જંતુનાશક અવશેષમુક્ત પોષણયુક્ત આહાર મેળવવા તથા બાગાયતી પાકોના વાવેતર અને મૂલ્યવર્ધન દ્વારા આવકમાં કઈ રીતે વધારો કરવો તે બાબતે બહોળી માહીતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમની સાથે સાથે સુબીર તાલુકાનાં પીપલાઈદેવી ગામ ખાતે ડૉ.પ્રતીક જાવિયા, વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન) દ્વારા “વાપસા વ્યવસ્થાપન” વિષય ઉપર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું તથા આ તાલીમમાં પ્રાકૃતિક ખેતી થકી જમીનને પોષણયુક્ત બનાવી ખેતપેદાશોના ઉત્પાદન માં વધારો કરવાની સમજ ખેડૂતોને આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ૭૦ થી વધુ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને “ખેત બચાઓ અભિયાન” તથા “ખાતર જાગૃતિ અભિયાન” માં પુરતો સહકાર આપવાનો સંકલ્પ કર્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!