– “અમને ગોળી મારી દો અથવા ન્યાય આપો” ના નારા સાથે ભારે આક્રોશ
ભરૂચ,
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જાગેશ્વર ગામે પોતાના હક અને અધિકારો માટે શાંતિપૂર્ણ લડત ચલાવી રહેલા સ્થાનિક ગ્રામજનો અને પોલીસ વચ્ચે ગંભીર ઘર્ષણની ઘટના સામે આવી છે.લાંબા સમયથી ન્યાયની આશાએ આંદોલન કરી રહેલા નિર્દોષ નાગરિકોની અવાજ દબાવવા માટે તંત્ર દ્વારા પોલીસ બળનો ઉપયોગ કરી સામૂહિક અટકાયત કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ છે.
લોકશાહીમાં પોતાની જમીન,રોજગાર અને મૂળભૂત અધિકારો માટે અવાજ ઉઠાવવો એ દરેક નાગરિકનો બંધારણીય અધિકાર છે.પરંતુ જાગેશ્વર ગામની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે વહીવટી તંત્ર જનતાનો અવાજ સાંભળવાને બદલે સત્તાના જોરે તેને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
પોલીસ કાર્યવાહીથી રોષે ભરાયેલા અને લાચાર બનેલા ગ્રામજનોએ ભારે આક્રમક શબ્દોમાં વહીવટી તંત્ર અને સરકાર સામે બળાપો ઠાલવતા જણાવ્યું હતું કે નાગરિકોના મુખેથી નીકળેલા આ પીડાદાયક શબ્દો દર્શાવે છે કે સ્થાનિક લોકોની વેદના કેટલી ઊંડી છે અને તંત્ર પ્રત્યેનો તેમનો અસંતોષ કઈ હદે ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે.




