નર્મદાના કરજણ ડેમ પાસે નહાવા આવેલા વડોદરાના ચાર યુવાનો સાથેની કાર કરજણ કેનાલમાં ખાબકી

SHARE:

– સ્થાનિક યુવાનોએ દોરડાથી કાર ખેંચી યુવાનોને બચાવ્યા : પ્રતિબંધ છતાં યુવાનો ન્હાવા પડ્યા 

(જ્યોતિ જગતાપ,રાજપીપળા) 

વડોદરા સોમાતળાવના ચાર યુવાનો નહાવા માટે આવ્યા હતાં જે ચાર યુવાનો સાથેની કાર કરજણ કેનાલમાં ખાબકતા  દુર્ઘટના સર્જાઈ હતી.જેમાં ત્રણ યુવાનોને સ્થાનિક આદિવાસી દ્વારા  બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે અરે એક યુવાન લાપતા થઈ જતા તેની શોધખોળ રાજપીપળા નગરપાલિકાના જવાનો દ્વારા શરૂ કરવામાં આવતા એક કિમી દૂરથી શોધી કાઢવામાં આવ્યા હતા. 

આ ચાર યુવાનો હર્ષલ જગતાપ,સાહીલ મલેક, રોહિત વસાવા અને જયદીપ રાઠોડ નામના વડોદરાના યુવાનો રાજપીપળા નજીક આવેલા ધોધમાં નહાવા આવ્યા હતા.જ્યાંથી પાછા ફરતા કાર ચાલકે સ્ટીયરિંગનો કાબુ ગુમવતા ક્રેટા કાર સીધી કેનાલમાં ખબકી હતી.જે કાર 500મીટર સુધી અંદર ખેંચાઈ ગઈ હતી.જેમાં ચંદન વસાવા નામના સ્થાનિક યુવાને દોરડાથી બચાવી લેવાયા હતા.જયારે લાપતા યુવાનને નગરપાલિકા દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો.બે યુવાનો રાજપીપળા સિવિલમાં સારવાર હેઠળ દાખલ કરાયા હતાં.જોકેઆ જગ્યાએ પ્રતિબંધ છતાં યુવાનો ન્હાવા પડ્યા હતા જ્યાં આ દુર્ઘટના ઘટી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!