મોંઘવારી,ભ્રષ્ટાચાર અને પેપર લીક મુદ્દે આમોદ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કરતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી

SHARE:

ભરૂચ,

આમોદ શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગત રોજ સાંજના સમયે મોંઘવારી, ભ્રષ્ટાચાર, અને વારંવાર બનતી પેપર લીકની ઘટનાઓ લઈને બિરસા મુંડા સર્કલ પાસે ભેગા મળી થઈ હાથમાં વિવિધ પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે બાબતે પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી.

આમોદના તિલક મેદાન ખાતે આવેલ બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ હાથમાં બેનરો સાથે ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ વ્યકત કર્યો હતો.ત્યાર બાદ કોંગ્રેસી કાર્યકરો સૂત્રોચાર કરતા આગળ વધતાની સાથે જ પોલીસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોને અટકાવી પોલીસ વાનમાં બેસાડી બેસાડી દીધા હતા.

આમોદ શહેર અને તાલુકા કોંગ્રેસે આપેલા આક્રમક કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સાથે આમોદ જંબુસરના પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણા, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી,મહેબુબ કાકુજી, નગરપાલિકા પ્રમુખ મહેન્દ્ર દેસાઈ સહિત નગરપાલિકાના કોંગ્રેસના સભ્યો, કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!