બીબન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુક વિતરણ

SHARE:

– આમોદના દેણવા ગામની સરકારી શાળાના વિદ્યાર્થીઓને પણ નોટબુક અપાઈ

ભરૂચ,

આમોદ તાલુકામાં શિક્ષણને પ્રોત્સાહન આપવા અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને મદદરૂપ થવાના ઉદ્દેશ્ય સાથે બીબન ચેરિટેબલ ટ્રસ્ટ, આમોદ દ્વારા મછાસરા, માંગરોલ, વલીપોર તેમજ દેણવા હાઈસ્કૂલના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ટ્રસ્ટના આગેવાન ઈબ્રાહિમ મહમંદ શેઠ ઉર્ફે બચુ શેઠ ઉપસ્થિત રહ્યા હતા.શાળા પરિવારે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી તેમની સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરી હતી.વિદ્યાર્થીઓને અભ્યાસમાં કોઈ મુશ્કેલી ન પડે અને તેઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે માટે ટ્રસ્ટ દ્વારા દર વર્ષે નિઃશુલ્ક નોટબુક વિતરણ કરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું.નોટબુક વિતરણ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.શાળાના આચાર્ય અને શિક્ષકગણે બીબન ચેરિટેબલ ટ્રસ્ટના આ સેવાકીય કાર્યને બિરદાવતા જણાવ્યું હતું કે આવા સામાજિક પ્રયાસો વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે વધુ ઉત્સાહ અને પ્રેરણા પૂરી પાડે છે.

ઈબ્રાહિમ મહમંદ શેઠ (બચુ શેઠ) એ જણાવ્યું હતું કે ટ્રસ્ટ હંમેશા શિક્ષણ અને સામાજિક કલ્યાણના કાર્યોમાં આગળ રહ્યું છે અને ભવિષ્યમાં પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની શૈક્ષણિક સહાય પૂરી પાડવાનું ચાલુ રાખશે.કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા ટ્રસ્ટ અને તેના દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!