નેત્રંગ તાલુકામાં બિનઅધિકૃત ખનીજ વહન સામે કાર્યવાહી : અંદાજે ૫૦ લાખના મુદ્દામાલ સાથે ટ્રક સીઝ

SHARE:

(વિજય વસાવા, નેત્રંગ) 

તા.૧૦ ના રોજ કલ્પેશ બી ગળિયા (GAS) મામલતદારશ્રી, નેત્રંગના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ ચેકિંગ કામગીરી દરમિયાન કેલ્વીકુવા રોડ પરથી બિનઅધિકૃત રીતે (રોયલ્ટી વગર તથા ઓવરલોડ) ખનીજનું પરિવહન કરતા એક ટ્રકને ઝડપી પાડવામાં આવ્યો હતો.

તપાસ દરમ્યાન ટ્રક નં.જીજે-૧૬-એવી-૭૨૫૭ માં નિયમોનો ભંગ કરી ખનીજનું પરિવહન કરવામાં આવતું હોવાનું જણાતા સંબંધિત વાહનને તાત્કાલિક સીઝ કરી ખનિજ કાયદા અને નિયમો મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ કાર્યવાહીમાં અંદાજે રૂ.૫૦ લાખના મુદ્દામાલનો સમાવેશ થાય છે.હાલમાં સીઝ કરાયેલ ટ્રકને મામલતદાર કચેરી, નેત્રંગ ખાતે નેત્રંગ પોલીસની કસ્ટડી હેઠળ સુરક્ષિત રાખવામાં આવ્યો છે.

તાલુકા વહીવટીતંત્ર દ્વારા બિનઅધિકૃત ખનીજ ખનન અને પરિવહન સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ આવી કામગીરી યથાવત્ ચાલુ રહેશે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!