અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ખાતે આવેલ નદી કિનારેથી અજાણ્યા પુરૂષનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો

SHARE:

ભરૂચ,

અંકલેશ્વર ના જુના બોરભાઠા બેટ ગામ માં આવેઓ તપોવન આશ્રમ ના નદી કિનારે થી એક અજાણ્યા પુરૂષ નો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

આજરોજ વહેલી સવાર માં અંકલેશ્વર ના જુના બોરભાઠા બેટ ગામમાં આવેલ તપોવન આશ્રમ ના નર્મદા નાફીના કિનારે પાણી માં તરતી હાલતમાં એક અજાણ્યા પુરુષ નો ડિકમ્પોઝ હાલત માં મૃતદેહ જોવાતા સ્થાનિક ખેડૂત દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી નો સંપર્ક કરવામાં આવેલ ત્યાર બાદ ધર્મેશ સોલંકી અને તેની ટોમ સ્થળ પર પોહચી મૃતદેહ ને જોતાં તે ડિકમ્પોઝ હાલત માં હોઈ અંકલેશ્વર સી.ટી.’એ’ડિવિઝન પોલીસ ને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવેલ ત્યાર બાદ મૃતદેહ ને પી.એમ.અર્થે અંકલેશ્વર ગડખોલ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડેલ અને મૃતદેહના વાલીવારસોને શોધવા તપાસ હાથઘરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!