આમોદ મોટા તળાવની બ્યુટીફિકેશનના કામગીરીમાં અનેક ખામીઓ સામે આવતા કોન્ટ્રાક્ટરમાં ફફડાટ

SHARE:

– ગુજરાત સરકાર દ્વારા ૬.૫૯ કરોડના ખર્ચે તળાવ બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું
– અગાઉના ભાજપ શાસિત બોર્ડે કોન્ટ્રાકટર પાસેથી પેટ ભરીને ટકાવારી લઈ લીધેલી હોય કામની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા
ભરૂચ,
આમોદમાં મોટા તળાવ ખાતે રૂપિયા ૬.૫૯ કરોડના ખર્ચે સરકારી ગ્રાન્ટ હેઠળ ચાલી બ્યુટીફિકેશન કામગીરી અંગે અનેક ફરિયાદો ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી હતી.તેમજ મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલોના અનુસંધાને આજ રોજ આમોદ નગરપાલિકા દ્વારા સ્થળ નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં અનેક ખામીઓ દેખાઈ આવતા કોન્ટ્રાકટર સામે પાલિકા સત્તાધીશોમાં રોષ જોવા મળ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉના ભાજપ શાસિત બોર્ડે કોન્ટ્રાકટર પાસેથી પેટ ભરીને ટકાવારી લઈ લીધેલી હોય કામની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા હતા. ત્યારે આજ રોજ આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી રાકેશ ઠાકોર,ઉપપ્રમુખ સાજીદઅલી રાણા,કારોબારી અધ્યક્ષ ઉમેશ પંડ્યા સહિત પાલિકાના સદસ્યો શકીલ કાપડિયા તેમજ ટીપીઆઈ, કન્સલ્ટન્ટ,ઈજનેર સાથે કોન્ટ્રાક્ટરે તળાવની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.જેમાં અનેક પ્રકારની તકનીકી અને ગુણવત્તા સંબંધિત ખામીઓ સામે આવી હતી.
નિરીક્ષણ દરમ્યાન કેટલાક સ્થળોએ પેવર બ્લોક બેસી જવા, રબલ પિચિંગ કામગીરીમાં ક્ષતિઓ, દીવાલોમાં તિરાડો, સેફ્ટી રેલિંગમાં ખામીઓ, ગાર્ડન વિકાસ કામગીરીમાં અપૂરતા કામો તેમજ માટી પુરાણમાં ગુણવત્તા વિનાની માટીનો ઉપયોગ થયો હોવાની બાબતો ધ્યાન પર આવી હતી.આ તમામ મુદ્દાઓ અંગે સ્થળ ઉપર જ કોન્ટ્રાક્ટરને જરૂરી સુધારા વધારા કરવા અને ગુણવત્તા જાળવવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી.
આ બાબતે આમોદ પાલિકાના ઉપપ્રમુખે સાજીદઅલી રાણાએ જણાવ્યું હતું કે આગામી ગૌરીવ્રત સહિતના ધાર્મિક અને સામાજિક તહેવારોને ધ્યાનમાં રાખી કામગીરી ઝડપથી અને યોગ્ય ગુણવત્તા સાથે પૂર્ણ કરવામાં આવે તે જરૂરી છે, જેથી નગરજનોને આ વિકાસકાર્યનો લાભ મળી શકે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે તળાવ બ્યુટીફિકેશન પ્રોજેક્ટમાં કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં.નગરપાલિકાના ઇજનેર તથા બોર્ડના પ્રતિનિધિઓ દ્વારા સમયાંતરે સ્થળ મુલાકાત લઈ કામગીરીની ગુણવત્તા પર નજર રાખવામાં આવશે અને જરૂરી હોય ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવશે. પાલિકા સત્તાધિશોની કડક કાર્યવાહીને પગલે ભ્રષ્ટાચારી કોન્ટ્રાકટરમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!