ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ.નવનાથ ગવ્હાણેએ નેત્રંગના આદિવાસી વિસ્તારના વરખડી ગામે મુલાકાત લીધી

SHARE:

– છેવાડાના નાગરિક સુધી વહીવટી તંત્ર પહોંચે તેવો અમારો સંકલ્પ : જિલ્લા કલેક્ટર ડૉ.નવનાથ ગવ્હાણે

– પાણી, આરોગ્ય, રસ્તા અને વીજળી જેવા પાયાના પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી

ભરૂચ,

 રાજ્ય સરકારના પ્રજાભિમુખ વહીવટના અભિગમને સાર્થક કરવાના ભાગરૂપે, જિલ્લા કલેક્ટર ડૉ.નવનાથ ગવ્હાણે દ્વારા આજે નેત્રંગ તાલુકાના અંતરિયાળ એવા આદિવાસી વિસ્તારના વરખડી ગામની આકસ્મિક મુલાકાત લીધી હતી.

કલેક્ટરે ગ્રામજનો સાથે તળભૂમિના પ્રશ્નો અને લોક-સમસ્યાઓ અંગે અત્યંત સંવેદનશીલતાપૂર્વક વાતચીત કરી તેમની સમસ્યાઓ તથા મંતવ્યો અંગે માહિતી મેળવી હતી.વરખડી ગામના રસ્તા અને પાણી સબંધિત પ્રશ્નો, સરકારના વિકાસ કાર્યો અને જનકલ્યાણ યોજનાઓ છેવાડાના માનવી સુધી વિના અવરોધે પહોંચે એ તંત્રની પ્રાથમિકતા છે. તેમ ભારપૂર્વક જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું.

વધુમાં ગામના બાકી રહી ગયેલા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આયુષ્માન ભારત, પીએમ આવાસ યોજના અને પીએમ કિસાન સન્માન નિધિ જેવી યોજનાઓનો લાભ આપવા માટે આગામી સમયમાં ખાસ કેમ્પ યોજવા સૂચના આપી હતી. સાથોસાથ સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.

વરખડી ગામની આ મુલાકાત દરમ્યાન મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આરોગ્ય વિષયક સુવિધા, ગ્રામજનો દ્વારા પીવાના પાણીની સુવિધા, આંતરિક રસ્તાઓનું મજબૂતીકરણ, ખેતીવાડી માટે વીજળી તેમજ સ્થાનિક કક્ષાએ મળતી સરકારી યોજનાઓના લાભો અંગે કલેક્ટર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી.આ મુલાકાત દરમ્યાન નેત્રંગના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.વહીવટી વડાને પોતાની વચ્ચે પ્રત્યક્ષ જોઈને વરખડી ગામના નાગરિકોએ હર્ષની લાગણી વ્યક્ત કરી જિલ્લા વહીવટી તંત્રનો આભાર માન્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!