ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાનનો ભવ્ય પ્રારંભ

SHARE:

– તપોવન આશ્રમ ખાતે 14 મંડળોના 7 દિવસીય તાલીમ વર્ગ યોજાશે

ભરૂચ,

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સંગઠનને વધુ મજબૂત અને કાર્યકરોને પ્રશિક્ષિત કરવાના હેતુથી પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાનનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે.

મહાઅભિયાન અંતર્ગત જિલ્લાના તમામ 14 મંડળોના આગામી 7 દિવસ સુધી પ્રશિક્ષણ તાલીમ વર્ગોનું આયોજન અંકલેશ્વર બોરભાઠા બેટ સ્થિત તપોવન આશ્રમ ખાતે કરવામાં આવ્યું છે.

પ્રશિક્ષણ અભિયાનના પ્રથમ દિવસે જંબુસર નગર અને તાલુકા મંડળના પ્રશિક્ષણ તાલીમ વર્ગનો વિધિવત પ્રારંભ થયો હતો.આ તાલીમ વર્ગમાં જોડાયેલા હોદ્દેદારો, પદાધિકારીઓ અને કાર્યકરો તપોવન આશ્રમ ખાતે 24 કલાક રાત્રી રોકાણ સાથે સઘન તાલીમ મેળવશે. આ જ રીતે જિલ્લાના તમામ 14 મંડળોની પ્રશિક્ષણ શિબિર આગામી 7 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે.

ભરૂચ જિલ્લા ભાજપ મંડળ પ્રશિક્ષણ વર્ગના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, મહામંત્રી પરેશ પટેલ, જીગ્નેશ મિસ્ત્રી, નરેન્દ્રસિંહ પરમાર, ધારાસભ્ય અરૂણસિંહ રણા, ડી.કે.સ્વામી, ઉપપ્રમુખ નિરલ પટેલ, રાજ્યસભાના પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, પૂર્વ પ્રમુખ અને પ્રદેશ કારોબારી સભ્ય મારૂતિસિંહ અટોદરિયા, યોગેશ પટેલ, યુથ પ્રમુખ શક્તિસિંહ પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

ડો.શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસે તેઓની છબીને પુષ્પાંજલિ અર્પણ કરી દીપ પ્રાગટય બાદ જંબુસર તાલુકા અને શહેર મંડળના તમામ હોદ્દેદારો અને કાર્યકરોના તાલીમ વર્ગનો શુભારંભ કરાયો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!