અંકલેશ્વર ખાતે ફુલ વેચનાર વૃધ્ધા સાથે છેતરપીંડી : વૃધ્ધા ખોટા વિશ્વાસમાં ભોળવાઈને ૬૩૦૦૦ ના દાગીના ગુમાવ્યા!

SHARE:

– આપકા દાગીના પવિત્ર કરવા દો તરક્કી હોગી એમ ખોટો વિશ્વાસ આપી દાગીના લઈ નાશી ગયેલ એક મહિલા સહિત બે સામે ફરિયાદ

ભરૂચ,

ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક નગરી અંકલેશ્વર ખાતે ફુલ વેચવાનો ધંધો કરતી એક ૫૫ વર્ષીય વૃધ્ધ મહિલાએ ખોટા વિશ્વાસમાં ભોળવાઈને રૂપિયા ૬૩૦૦૦ ની કિંમતના સોનાના દાગીના ગુમાવ્યા હતા ! 

આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાંથી મળતી વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં રહેતા રંજનબેન અધાવને નામના ૫૫ વર્ષીય વૃધ્ધા લારીમાં ફુલ વેચવાનો વ્યવસાય કરે છે.તા.૨૩ મીના રોજ રંજનબેન રાબેતા મુજબ જલધારા ચોકડી ખાતે લારી લઈને ફુલ વેચવા ગયા હતા,બપોરના બે વાગ્યાના સમયે તેઓ લારીથી થોડે દુર ઉભા હતા,તે દરમ્યાન ત્યાં પચાસેક વર્ષની ઉંમરનો જણાતો એક ઇસમ આવ્યો હતો,અને “આંખકા દવાખાના કિધર હૈ” એમ રંજનબેનને હિન્દીમાં પુછ્યું હતું,ત્યારે મને ખબર નથી એમ કહીને રંજનબેન લારી પાસે જવા ચાલવા લાગ્યા હતા,તે દરમિયાન એક ચાલીસેક વર્ષની જણાતી મહિલાએ રંજનબેનનો હાથ પકડીને ઉભા રાખ્યા હતા.ત્યાર બાદ જે ઈસમ આંખના દવાખાનાનું પુછતો હતો તે પણ ત્યાં આવ્યો હતો અને તે અજાણી સ્ત્રીને હિન્દીમાં કહેવા લાગેલ કે તુમ હનુમાનજીકી ભક્ત હો તુમ્હારે પહેને હુએ દાગીનેકી વિધિ કરકે પવિત્ર કરવા દો,તુમ્હારી તરક્કી હોગી.આ સાંભળીને તે અજાણી સ્ત્રીએ તેણીએ બન્ને કાનમાં પહેરેલ બુટ્ટી કાઢીને તે પુરૂષના હાથમાં આપી હતી.તે પુરૂષે મુઠ્ઠી વાળીને કોઈ મંત્ર જેવું બોલ્યો હતો,અને રંજનબેન અને તે અજાણી સ્ત્રી બન્નેને નીચે બેસાડી અજાણી સ્ત્રીએ આપેલ દાગીના રંજનબેનને આપીને તે પુરૂષે અજાણી સ્ત્રીને થોડું આગળ ચાલીને પાછા આવવાનું કહ્યું હતું.ત્યાર બાદ તે સ્ત્રીએ થોડું ચાલીને આવ્યા બાદ રંજનબેન પાસેથી તેના દાગીના લઇ લીધા હતા.આ અજાણ્યા પુરૂષે રંજનબેનને પણ હિન્દીમાં જણાવેલ કે આપ ભી આપકે દાગીને પવિત્ર કરવા દો આપકી ભી તરક્કી હોગી.આ સાંભળીને રંજનબેનને તેના પર વિશ્વાસ બેસતા તેમણે બન્ને કાનમાં પહેરેલ સોનાની બુટ્ટી અને નાકમાં પહેરેલ સોનાનો દાણો કાઢીને તે પુરૂષ પાસેના રૂમાલમાં મુકી દીધા હતા અને તે પુરૂષે તે દાગીના રૂમાલમાં વિટાળીને તે અજાણી સ્ત્રીના હાથમાં આપ્યા હતા અને તે પુરૂષના કહ્યા મુજબ રંજનબેન પણ થોડું ચાલીને પાછા ફર્યા હતા,પરંતું ત્યાં અજાણ્યો પુરૂષ અને અજાણી સ્ત્રી જણાયેલ નહિ.આજુબાજુમાં શોધવા છતાં તે અજાણ્યા પુરૂષ અને સ્ત્રી મળ્યા નહતા,તેથી રંજનબેન ઘરે આવ્યા હતા અને તેમના પાડોશીઓએ તેમને પોલીસ ફરિયાદ કરવાનું જણાવતા રંજનબેને તેમને ખોટો વિશ્વાસ આપી રૂપિયા ૬૩૦૦૦ ની કિંમતના સોનાના દાગીના લઇને નાશી ગયેલ અજાણ્યા પુરૂષ અને અજાણી સ્ત્રી વિરૂધ્ધ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!