રોઝા ટંકારીયા પ્રા.મિશ્ર શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ નિમિત્તે ૨૫ બાળકોનો પ્રવેશ કરાયો

SHARE:

– મુખ્ય અતિથિએ શાળાના શિક્ષકોની કાર્યશૈલી નિહાળી ભરપેટ વખાણ કર્યા

ભરૂચ,

આમોદ તાલુકાની રોઝાટંકારિયા પ્રાથમિક મિશ્ર શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શાળાની બાળકીઓએ સુંદર સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર દીપેન રજવાડી તથા લાયઝન અધિકારી તૌસિફ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.મહાનુભાવોના હસ્તે આંગણવાડી તથા બાલવાટિકાના કુલ ૨૫ બાળકોને કુમકુમ તિલક કરી શૈક્ષણિક કીટ અર્પણ કરીને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. જેથી વાલીઓમાં વિશેષ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.

શૈક્ષણિક વર્ષ દરમ્યાન અભ્યાસ, રમતગમત તથા સહશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત શાળાની વિવિધ શૈક્ષણિક અને વહીવટી કામગીરીમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ શિક્ષિકા સ્મિતાબેન પટેલનું કાર્યપાલક ઈજનેર દીપેન રજવાડીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમ્યાન ભરૂચ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર દીપેન રજવાડીએ શાળાના પરિસરની મુલાકાત લઈ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓનું નિરીક્ષણ કરી તેમનું વાચન, લેખન અને શૈક્ષણિક સ્તર ચકાસ્યું હતું.

ત્યારબાદ મુખ્ય મહેમાન એવા કાર્યપાલક ઇજનેર દીપેન રજવાડીએ એસ.એમ.સીની બેઠક તેમજ શાળાના શિક્ષક સ્ટાફ સાથે બેઠક યોજવામાં આવી હતી.બેઠક દરમિયાન શાળાના સર્વાંગી વિકાસ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી.મહાનુભાવોએ શાળાના સુંદર અને સ્વચ્છ પરિસર,વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ તેમજ શિક્ષકોની નિષ્ઠાપૂર્વકની કામગીરીના ભરપેટ વખાણ કર્યા હતા.આ પ્રસંગે શાળાના આચાર્ય વિપુલસિંહ ડી.રાજપૂત,શાળાનો સમગ્ર સ્ટાફ પરિવાર, એસ.એમ.સીના સભ્યો,ગામના સરપંચ ધર્મેન્દ્રભાઈ પંડવી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

– માર્ગ અકસ્માત સલામતી અંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નાટક રજૂ કરાયું

શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા માર્ગ અકસ્માત જાગૃતિ અંગેનું સુંદર અને સંદેશાત્મક નાટક રજૂ કરવામાં આવ્યું હતું.નાટક દ્વારા બાળકો અને વાલીઓને ટ્રાફિક નિયમો અને માર્ગ સલામતી અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!