રાજપીપળામાં મોબાઈલ દુકાનમાં ભાગીદારીના નામે છેતરપિંડી : યુવાને મિત્રો પાસેથી 65 લાખથી વધુ પડાવ્યા : પોલીસ ફરિયાદ

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

રાજપીપળામાં એક યુવાને મોબાઈલની દુકાનમાં ભાગીદાર બનાવવાની લાલચ આપી પોતાના મિત્રો અને પરિચિતો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.આ મામલે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં 65.48 લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.

રાજપીપળાના નવાપરા વિસ્તારમાં રહેતા સિદ્ધરાજસિંહ ગજેન્દ્રસિંહ ગોહેલે ફરિયાદ નોંધાવી છે કે, વડફળીયાના તનવીરહુસેન ઝાકીરહુસેન મલેકે તેમને ધંધામાં ભાગીદાર બનાવવાની લાલચ આપી હતી. સિદ્ધરાજસિંહે પોતાના અને પિતાના પોસ્ટ ખાતા માંથી તેમજ ક્રેડિટ કાર્ડ અને ફાઈનાન્સ કંપનીઓ પાસેથી કુલ 18,86,983 તનવીરહુસેનને આપ્યા હતા.આરોપી તનવીરહુસેન મલેક માત્ર સિદ્ધરાજ ગોહેલ સાથે જ નહીં, પરંતુ અન્ય પાંચ વ્યક્તિઓ સાથે પણ છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.જેમાં નિશાંતકુમાર જસવંતભાઈ સોલંકી પાસેથી 23,75,652, મહેજબીન ઈમરાનખાન ઘોરી પાસેથી 5 લાખ,વિશાલ મહંત પાસેથી 6 લાખ,ભૂપેન્દ્રભાઈ ગણપતભાઈ રાજ પાસેથી 10,10,500 અને કૈફઅલી નાઝીમઅલી કાદરી પાસેથી 51,74,998પડાવ્યા હતા.આમ, તનવીરહુસેન મલેકે કુલ 65,48,133 ની છેતરપિંડી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ફરિયાદીઓ પાસેથી મળેલી માહિતી મુજબ તનવીરહુસેન મલેકે મોબાઈલની દુકાન ખોલવા માટે ભાગીદાર બનાવવાની લાલચ આપીને આ તમામ લોકો પાસેથી.પૈસા લીધા હતા.એવી પણ આશંકાછે કે હજુ 10થી વધુ લોકો છે જેમણેબદનામીના ડરથી ફરિયાદ કરી નથી.કેટલાક લોકોનું કહેવું છે કે, આ યુવાનમિત્રોની એક ગેંગનો ભાગ છે અને તેઓ પોતાના વૈભવી શોખ પૂરા કરવામાટે આવી છેતરપિંડી કરતા હતા.ફરિયાદીઓ માની રહ્યા છે કે આ યુવાન કરોડો રૂપિયાની છેતરપિંડી કરીને વિદેશભાગી ગયો છે.પોલીસે આ યુવાનનેઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

રાજપીપળા પોલીસે તનવીરહુસેન ઝાકીરહુસેન મલેક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!