અંકલેશ્વરના અડોલ-પીલુદરા વચ્ચે દિલ્હી-વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત

SHARE:

– બ્રિજના કોન્ક્રીટમાં પડેલા ગાબડાને કારણે ટેમ્પો પલટી માર્યો : તાત્કાલિક સમારકામની માંગ
ભરૂચ,
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અંકલેશ્વરના પીલુદરા ગામ નજીક 7 થી 8 ફૂટ મોટું ગાબડું પડતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો બીજી તરફ કોંક્રિટનો સ્લેબ પણ તૂટી જતા અંદરના સળિયા નજરે પડ્યા હતા જેના પગલે હાઈવેના માર્ગના કામની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે.
ભરૂચ જીલ્લાના અંકલેશ્વરના અડોલ-પીલુદરા વચ્ચે આવેલા દિલ્હી-વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે પર મોટી દુર્ઘટનાસમાન સ્થિતિ સર્જાઈ છે. બ્રિજના કોન્ક્રીટ સ્લેબમાં અંદાજે 8 ફૂટ જેટલું મોટું ગાબડું પડી જતાં વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.બ્રિજના એક્સપાન્શન જોઈન્ટમાં પણ નુકસાન થયું છે.જેના કારણે બ્રિજની મજબૂતી અને સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.સ્લેબ તૂટી જતાં અંદરના લોખંડના સળિયા ખુલ્લા દેખાતા હતા.જે બાંધકામની ગુણવત્તા અંગે ચર્ચા જગાવી રહ્યા છે.ઘટનાના પગલે સુરતથી વડોદરા તરફ જતી લેન પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી. માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.સ્થાનિકોમાં માર્ગના નિર્માણ કાર્યમાં અનિયમિતતા અને ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.જોકે આ અંગે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. ઘટનાને લઈને જવાબદારી અને કારણો અંગે પૂછવામાં આવતા નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI)ના અધિકારીએ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.આ અંગે મળતી માહિતી અનુસાર નેશનલ હાઈવે ઓથટોરિટીના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળનું નિરીક્ષણ કરશે અને વરસાદ બંધ થયા બાદ સમારકામ શરૂ કરવામાં આવશે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!