વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદમાં આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ

SHARE:

ભરૂચ,

વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ ખાતે તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા આરોગ્ય અધિકારી કે.કે.સિંઘના માર્ગદર્શન હેઠળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.વધતી જતી વસ્તી, કુટુંબ નિયોજન, માતા અને બાળ આરોગ્ય તેમજ સ્વસ્થ સમાજના નિર્માણ અંગે લોકોને જાગૃત કરવાના હેતુથી આયોજિત આ રેલીમાં આરોગ્ય કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

રેલીનું પ્રસ્થાન તાલુકા આરોગ્ય કચેરીથી કરવામાં આવ્યું હતું.આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ જનજાગૃતિ પ્લેકાર્ડ, બેનરો અને સૂત્રો સાથે નગરના મુખ્ય માર્ગો પર ફરી લોકોને વસ્તી નિયંત્રણ,નાનું અને સુખી પરિવાર, માતા-બાળ સંભાળ, ગર્ભાવસ્થા દરમ્યાન જરૂરી આરોગ્ય સેવાઓ,રસીકરણ, કિશોરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ યોજનાઓ અંગે માહિતગાર કર્યા હતા.

રેલી દરમ્યાન ‘નાનું કુટુંબ – સુખી કુટુંબ’, ‘કુટુંબ નિયોજન અપનાવો, ઉજ્જવળ ભવિષ્ય બનાવો’ જેવા સૂત્રોના ગુંજારવ સાથે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી.આરોગ્ય કર્મચારીઓએ લોકોને સરકાર દ્વારા ઉપલબ્ધ કુટુંબ નિયોજનની વિવિધ સેવાઓ અને માતા-બાળ આરોગ્ય માટેની યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!