નેત્રંગના રૂપઘાટ ગામમાં ખેડૂતોના ખેતરનો રસ્તો બંધ થતા મુશ્કેલી થતા મામલતદારમાં ફરિયાદ

SHARE:

(વિજય વસાવા,નેત્રંગ)

ભરૂચ જિલ્લાના ​નેત્રંગના રૂપઘાટ ગામમાં ખેડૂતોના ખેતરનો વર્ષો પુરાણો રસ્તો ગેરકાયદેસર રીતે બંધ કરી દેવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા અને આ રસ્તો તાત્કાલિક ખોલાવવા માટે ખેડૂતોએ મામલતદાર ને રજૂઆત કરી છે.

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના રૂપઘાટ ગામમાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગામના ખેડૂતોએ મામલતદાર કચેરીમાં ફરિયાદ કરી છે કે, તેમની સંયુક્ત માલિકીની ખેતીની જમીન પર જવા માટેનો વર્ષો જૂનો પરંપરાગત રસ્તો કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે બંધ કરી દેવામાં આવ્યો છે.

​પીડિત ખેડૂતોનું કહેવું છે કે આ રસ્તો જિલ્લા પંચાયત દ્વારા ફાળવવામાં આવ્યો હતો.જેનો ઉપયોગ તેઓ દાયકાઓથી ખેતીકામ અને અવર-જવર માટે કરતા આવ્યા છે.રસ્તો બંધ થવાથી ખેડૂતો ખેતરમાં પાક લેવા કે પશુપાલનના કામો કરવા જઈ શકતા નથી, જેના કારણે તેમને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે.ખેડૂતોએ તંત્ર પાસે તાત્કાલિક આ રસ્તો ખુલ્લો કરાવી ન્યાય અપાવવાની માંગ કરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!