– ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીના ૧૨૫ મી જન્મજયંતિ વર્ષ અંતર્ગત સ્મૃતિ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે આયોજન કરાયું
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ફુલવાડી ગામે આજરોજ ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીના ૧૨૫ મી જન્મજયંતિ વર્ષ અંતર્ગત સ્મૃતિ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે ભાજપા યુવા મોરચા આયોજિત રક્તદાન શિબિર યોજાઇ હતી.ફુલવાડી ગામે કોમ્યુનિટી હોલ ખાતે યુવા ભાજપા દ્વારા યુનિટી બ્લડ સેન્ટરના સહયોગથી યોજાયેલ આ રક્તદાન શિબિરમાં ફુલવાડી સહિત આસપાસના ગામોએથી આવેલ યુવાનોએ રક્તદાન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.રક્તદાન કાર્યક્રમ દરમિયાન કુલ ૧૧૧ યુનિટ રક્ત એકત્ર થયું હતું.આયોજિત કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા ભાજપા મહામંત્રી પરેશ પટેલ, જીલ્લા યુવા મોરચા પ્રમુખ શક્તિસિંહ પરમાર, ઉપપ્રમુખ કૃણાલ પટેલ,મહામંત્રી હેમદીપ પટેલ, ઝઘડિયા તાલુકા ભાજપા મહામંત્રી વિનોદ વસાવા,ઉપપ્રમુખ નિલેશ સોલંકી સહિત અન્ય અગ્રણીઓ તેમજ ગ્રામજનો અને ભાજપા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમને અંતે આયોજકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઉપસ્થિતોનો આભાર માનવામાં આવ્યો હતો.




