પાનોલી પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસકર્મીઓ એકબીજાના મેળાપીપણાથી 1 લાખની લાંચ લેતા ભરૂચ એસીબીના છટકામાં ઝડપાયા

SHARE:

ભરૂચ,

પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસકર્મીઓ એકબીજાના મેળાપીપણાથી 1 લાખની લાંચ લેતા ભરૂચ એસીબીના છટકામાં ઝડપાઈ જતા પોલીસ બેળામાં ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ફરીયાદી સામે અગાઉ પાનોલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો, જેના અનુસંધાને કાયદેસરની કાર્યવાહી બાદ તેમને સબજેલ મોકલવામાં આવ્યા હતા. બાદમાં તેઓ જામીન પર મુક્ત થયા હતા અને પોતાનો જપ્ત કરાયેલ મોબાઈલ ફોન પરત મેળવવા માટે પાનોલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.

જે બાદ પાનોલી પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધભાઈ વલકુભાઈ ધાધલ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ સુખદેવસિંહ પરમારે મોબાઈલ પરત આપવા બદલ ૩ લાખની લાંચની માંગણી કરી હતી. ફરીયાદીએ એકસાથે આટલી મોટી રકમની વ્યવસ્થા શક્ય ન હોવાનું જણાવતાં આરોપી અનિરુદ્ધભાઈ ધાધલે ત્રણ હપ્તામાં રકમ ચૂકવવાની વાત કરી હતી.જે બાદ ફરિયાદી લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદની પ્રાથમિક ચકાસણી બાદ એસીબીની ભરૂચ એકમે ટ્રેપનું આયોજન કરતા પાનોલી પોલીસ સ્ટેશનની સામે આવેલા કન્ટેનરમાં સ્થિત “ડી” સ્ટાફની ચેમ્બરમાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી.

ફરીયાદીએ અગાઉથી નક્કી થયેલી યોજના મુજબ આરોપી અનિરુદ્ધભાઈ ધાધલ સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. ત્યાર બાદ આરોપી દ્વારા સાગરભાઈ કરણભાઈ ચાવડાને રૂપિયા સ્વીકારવા માટે સૂચના આપવામાં આવતા ફરીયાદીએ 1 લાખની લાંચની રકમ સાગરભાઈ ચાવડાને આપતા તેમણે તે સ્વીકારી લીધી હતી.ત્યાર બાદ ACBની ટીમે તરત જ કાર્યવાહી કરીને 1 લાખની લાંચની રકમ સાથે તેમને ઝડપી પાડયા હતા.તપાસ દરમ્યાન ત્રણેય આરોપીઓએ પરસ્પર મેળાપીપણામાં લાંચ સ્વીકારી હોવાનું પ્રાથમિક રીતે સામે આવતાં ત્રણેય સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!