– પોષ્ટિક આહાર અને સ્વસ્થ જીવન શૈલી,સ્વસ્થ ખોરાકની પદ્ધતિઓ,ખોરાકમાં પરંપરાગત પોષ્ટિક આહાર વિષય ચિત્રાત્મક રજુઆત કરાઈ
(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
ભારત સરકારના પરીઆવરણ અને જલવાયું પરિવર્તન મંત્રાલય દ્વારા એનવાયરમેન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત ઈકો ક્લબ અંતર્ગત નર્મદા જિલ્લાની પ્રાથમિક શાળા,ગાડિત ખાતે “હેલ્ધીફૂડ અને હેલ્ધી લાઈફ સ્ટાઇલ”આ વિષય પર જાણીતા વિજ્ઞાન લેખક અને વિજ્ઞાન માસિક” સાયન્સ ગ્રાફી “ના તંત્રી દીપક જગતાપનું પ્રવચન યોજાયું હતું.જેમાં પોષ્ટિક આહાર અને સ્વસ્થ જીવન શૈલી,સ્વસ્થ ખોરાકની પદ્ધતિઓ,ખોરાકમાં પરંપરાગત પોષ્ટિક આહાર વિષયઉપર પ્રવચન આપ્યું હતું. એ ઉપરાંત બાળકો ના આરોગ્ય અને તંદુરસ્તી માટે કેવો ખોરાક ખાવો જોઈએ, કેવો ખોરાક ન ખાવો જોઈએ? બિન આરોગ્ય પ્રદ ખોરાક લેવાથી આરોગ્યને કેવું નુકસાન થાય, કેવા પ્રકારની બીમારી થાય અને તેનાથી બચવા માટે કેવો સંતુલિત આહાર લેવો જોઈએ તેની બાળકોને વૈજ્ઞાનિક માહિતી અને સમજ આપી હતી.
ખાસ કરીને બજાર મળતા જંકફૂડ, વેફર ના પેકેટો, તળેલી વાનગીઓ ખાવાથી આરોગ્ય બગડે તે માટે શરીરને જોઈતા કાર્બોદિત પદાર્થો, વિટામિન્સ, ખનીજ, ચરબી વગેરે શેમાંથી મળે તેની સ્માર્ટ બોર્ડ પર ચિત્રાત્મક રજુઆત કરી બાળકો ને સંતુલિત આહારની ઉપયોગી માહિતી વિજ્ઞાન લેખક દીપક જગતાપે આપી હતી.એ ઉપરાંત નાસ્તા, ભોજનમાં ક્યો આહાર લેવો જોઈએ, શું ખાવું, શું ન ખાવુ? ક્યારે ખાવુ? એની માહિતી, પાણી, ઊંઘ વિશેની પણ માહિતી બાળકોને આપી હતી.
આ પ્રસંગે દીપક ભાઈ જગતાપે દીપ પ્રગટાવી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. શાળાના આચાર્ય ભરતકુમાર પરમારે દીપક જગતાપનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કરી એમનો પરિચય આપ્યો હતો.આ પ્રસંગે સીઆરસી હરિભાઈ તથા શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.




