હાંસોટના ખરચ ખાતે આવેલ આદિત્ય બિરલા પબ્લિક સ્કુલમાં વિદ્યાર્થી પરિષદનો પદગ્રહણ સમારોહ યોજાયો

SHARE:

ભરૂચ,

ભરૂચના હાંસોટના ખરચ ખાતે આવેલ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થી પરિષદના પદગ્રહણ સમારોહનું આયોજન 18 જુલાઈ, 2026ના રોજ શાળાના એસેમ્બલી હોલમાં કરવામાં આવ્યું. આ પ્રસંગે શાળાના હેડ બોય, હેડ ગર્લ, હાઉસ કેપ્ટન, વાઇસ-કેપ્ટન, સ્પોર્ટ્સ કેપ્ટન તેમજ પ્રિફેક્ટ્સને બેજ અને સાશ પહેરાવીને ઔપચારિક રીતે પદગ્રહણ કરાવવામાં આવ્યા હતા.કાર્યક્રમના મુખ્ય મહેમાન આર. વિજયેન્દ્ર બાબુ, યુનિટ હેડ – બિરલા સેલ્યુલોઝે નવનિર્વાચિત વિદ્યાર્થી નેતાઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે તેઓ આદર્શ નેતૃત્વ પૂરું પાડે, શાળાના મૂલ્યો જાળવી રાખે અને તમામ વિદ્યાર્થીઓના હિત માટે કાર્ય કરે.સદર કાર્યક્રમમાં શાળાના આચાર્ય ભગવાનદાસ કોટવાણી, શાળા પરિવાર અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.શાળાના વરિષ્ઠ શિક્ષિકા છાયા ઝાએ આભારવિધિ પ્રસ્તુત કરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!