નેત્રંગના ગોરાટીયા ગામે દેરાણી જેઠાણી વચ્ચે ઝઘડો : દેરાણીએ જેઠાણીને દાતરડું મારતા પોલીસમાં ફરિયાદ

SHARE:

– ખેતરમાં તુવેર થુણવાની વાતે થયેલ બોલાચાલી બાદ ઝઘડો મારામારી સુધી પહોંચ્યો

(વિજય વસાવા,નેત્રંગ)

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ગોરાટીયા ગામે ખેતરમાં તુવેર થુણવાની વાતે દેરાણી જેઠાણી વચ્ચે થયેલ ઝઘડામાં દેરાણીએ જેઠાણીને દાતરડું મારી ઈજાગ્રસ્ત કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

આ અંગે નેત્રંગ પોલીસમાંથી મળતી વિગતો મુજબ નેત્રંગ તાલુકાના ગોરાટીયા ગામે રહેતા દેવીબેન દશરીયાભાઈ વસાવા નામની મહિલા તા.૧૭ મીના રોજ બપોરના ત્રણ વાગ્યાના સમયે તેમના ઘરની પાછળ આવેલ તેમના ભાગે આવેલ ખેતરમાં વાવેતર કરેલ કપાસ જોવા ગયા હતા,ત્યારે ત્યાં તેમની દેરાણી સવિતાબેન કપાસની વચ્ચેના ચાસમાં તુવેર થુણતા હતા.તે જોઈને દેવીબેને તેમની દેરાણી સવિતાને કહેલ કે અમારા ખેતરમાં શું કામ તુવેર થુણે છે, તું જે કંઈ વાવવાનું હોય કે થુણવાનું હોય તે તારા ખેતરમાં કરજે.આ સાંભળીને સવિતાબેન ઉશ્કેરાઇ ગયેલ અને ગાળો બોલીને દેવીબેન સાથે ઝઘડો કરવા લાગેલ,દેવીબેને તેમની દેરાણી સવિતાને ઝઘડો કરવાનું ના કહેતા તેણે તેના હાથમાં રહેલ દાતરડું દેવીબેનને મારી દીધું હતું,દેવીબેને તેમના બન્ને હાથ આગળ કરી દેતા તેમને બન્ને હાથ પર દાતરડું વાગી જતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા.ઈજાગ્રસ્ત થયેલ દેવીબેનને એમ્બ્યુલન્સમાં સારવાર માટે નેત્રંગ સરકારી દવાખાને લઈ જવાયા હતા.સંબધે દેરાણી થતી સવિતાબેને જેઠાણી દેવીબેનને દાતરડું મારી ઈજાગ્રસ્ત કરતા દેવીબેન વસાવાએ સવિતાબેન ધીરજભાઈ વસાવા રહે.ગોરાટીયા તા.નેત્રંગના વિરૂધ્ધ નેત્રંગ પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!