ચેક રીટર્ન કેસમાં ઝઘડિયા કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો : છ મહિનાની સાદી કેદ અને ત્રણ માસમાં વળતર તરીકે ૭,૩૫,૦૦૦ ચૂકવવાનો આદેશ

SHARE:

– ખેતી કામ માટે ઉછીના લીધેલા નાણાં પરત નહીં કરતા કોર્ટ દ્વારા છ મહિનાની સાદી કેદ અને ત્રણ માસમાં વળતર તરીકે ૭,૩૫,૦૦૦ ચૂકવવાનો આદેશ કર્યો

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસમાં લીમોદરા તા. ઝઘડિયા ના આરોપી રસેન્દ્ર કુમાર કાનસિંહ રાજપુરોહિત ને છ માસની સાદી કેદ ની સજા અને ખેતીના કામ માટે મિત્ર રાકેશકુમાર જયંતીભાઈ સોલંકી પાસેથી લીધેલા ૭,૩૫,૦૦૦ વળતર પેટે ત્રણ માસની અંદર ચૂકવવાનો હુકમ કર્યો છે.

બનાવની વિગત એવી છે કે ઝઘડિયા તાલુકાના રાજપુત ફળિયામાં રહેતા રાકેશકુમાર જયંતીભાઈ સોલંકી નાઓ ખેતી કરે છે તેમની સાથે ઝઘડિયાની બાજુના ગામ લીમોદરા ગામના રસેન્દ્ર કુમાર કાનસિંહ રાજપુરોહિત નાઓ પણ ખેતી કરે છે, રાકેશ અને રસેન્દ્ર વચ્ચે મિત્રતા હોય રસેન્દ્ર એ રાકેશ પાસેથી તા.૧૬.૭.૨૩ ના રોજ ખેતીના કામ માટે સાત લાખ પાંત્રીસ હજાર રૂપિયા હાથ ઉછીના લીધા હતા.જે બાબતે બંને મિત્રો વચ્ચે નોટરી રૂબરૂ લખાણ પણ રજીસ્ટર કરવામાં આવ્યું હતું.ખેતી કામ માટે લીધેલા હાથ ઉછીના રૂપિયા સાત લાખ પાંત્રીસ હજાર રૂપિયા સાત માસમાં પરત આપવાના હતા.ઉછીના લીધેલા રૂપિયા બાદ રસેન્દ્ર રાજપુરોહિતે સમયસર તે રૂપિયા પરત કરેલ નહીં જેથી ફરિયાદી રાકેશ દ્વારા વખતો વખત માંગણી કરતા રસેન્દ્ર પુરોહિતે આઇસીઆઇસીઆઇ બેન્ક દધેડા શાખાનો તા.૨.૫.૨૪ નો એકાઉન્ટ પે ને નો ૯૩૧ નંબરનો ચેક આપ્યો હતો અને જણાવેલ કે ચેક બેંકમાં રજૂ કરે થી તમને ચેકના નાણાં ચૂકતે વસૂલ મળી જશે, આ ચેક ફરિયાદી દ્વારા બેંક ઓફ બરોડા ની ઝઘડિયા શાખામાં રજૂ કરાતા તે ચેક ૯.૫.૨૪ ના કવરિંગ લેટર સાથે તેમાં જણાવેલ કે એકાઉન્ટ ક્લોઝ ના શેરા સાથે વિના સ્વીકારે પરત થયેલો હતો.આ સંજોગોમાં રસેન્દ્ર રાજપુરોહિત દ્વારા ધી નેગોસિબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ જોગવાઈ નો ભંગ કરેલો જેથી રાકેશ સોલંકી દ્વારા કાયદેસરના પગલા લેવા સારૂ તેમના વકીલ ભાવિનભાઈ શાહ તથા ગૌરાંગભાઈ ઠાકર મારફતે તા.૨૦.૫.૨૪ ના રોજ કાયદેસરની નોટિસ આરપીએડી થી આપેલ હતી, તે નોટિસનો પણ કોઈ જવાબ કે બાકી નીકળતા લેણા ની રકમ વસૂલ આપેલ ન હતી.જેથી એડવોકેટ ભાવિન શાહ દ્વારા રાકેશ સોલંકી વતી ઝઘડિયા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.તે કેસ વખતો વખત ચાલતા ગતરોજ તા.૨૨.૭.૨૬ ના રોજ કોર્ટ દ્વારા તેનું જજમેન્ટ આપવામાં આવ્યું હતું, આરોપી રસેન્દ્રકુમાર કાનસિંહ રાજપુરોહિત ને નેગોસીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એટની કલમ ૧૩૮ હેઠળ સજાપાત્ર ગુના માટે સીઆરપીસીની કલમ ૨૫૫ (૨) મુજબ દોષિત ઠેરવવામાં આવે છે અને છ મહિનાની સાદી કેદ ફટકારવામાં આવી છે.આરોપીને આજથી ત્રણ મહિનાની અંદર ફરિયાદીને વળતર તરીકે સાત લાખ પાંત્રીસ હજાર ચૂકવાનો નિર્દેશ આપવામાં આવે છે તેમ કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!