– હાલમાં અવિધા જરસાડ ગામ વચ્ચે ભુંડવા ખાડી પર સામાન્ય સુપડી (છલીયુ) પરથી લોકો પસાર થાય છે પરંતુ ચોમાસામાં આ માર્ગ સદંતર બંધ થઈ જાય છે
(જ્યશીલ પટેલ, ઝઘડીયા)
ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તાર તેમજ ઉપરવાસના વિસ્તારમાં ચોમાસામાં ઘણા એવા ગામડાઓને જોડતા માર્ગો છે જે ખાડીઓ ફૂલ થતાં તે માર્ગ પરથી વાહન વ્યવહાર બંધ થઈ જવા પામે છે,આવી જ એક સમસ્યા છેલ્લા કેટલા દસકાઓથી અવિધા ગામને સંકલિત ગામના આશરે ૧૨ જેટલા ગ્રામજનો ભોગી રહ્યા છે. ઝઘડિયા તાલુકા નું અવિધા ગામ એક મોટા સેન્ટર તરીકે ઉભરી આવ્યું છે.અહીં સીએચસી હોસ્પિટલ, આરોગ્ય વર્ધક મંડળ સંચાલિત ફિઝિયોથેરાપિસ્ટ હોસ્પિટલ, સ્વામિનારાયણ ગુરુકુળ જેવી સંસ્થાઓ આવેલી છે, અવિધા ગામને બે મહત્વના ગામો ને જોડતા માર્ગો છે, અવિધા રાજપારડી તેમજ અવિધા જરસાડ પ્રાંકડ ભાલોદ જેવા ગામોને જોડતો પણ એક માર્ગ છે.અવિધા જરસાડ પ્રાંકડ ભાલોદ ગામને જોડતો રસ્તો વર્ષો પહેલા કરજણ પ્રોજેક્ટના કમાન્ડ એરિયા દ્વારા બનાવવામાં આવેલ હતો, આ માર્ગ પર ઘણા પુલ બનાવવાના હતા જે જે તે સમયે બન્યા ન હતા, અને જ્યાં જરૂર હતી ત્યાં સામાન્ય સુપડી (છલીયુ) જેવું બનાવી દેવામાં આવ્યું હતું, અવિધા જરસાડ પ્રાંકડ ભાલોદ માર્ગ ચોમાસા સિવાયની સિઝનમાં લોકો ઉપયોગ કરે છે.પરંતુ ચોમાસામાં ભૂંડવા ખાડી પર બનેલું અવિધા ગામ પાસેની સુપડી (છલીયુ) ખાડીમાં વધારે પાણી આવવાના કારણે લગભગ બંધ હાલતમાં રહે છે.જેથી અવિધા જરસાડ વચ્ચે ભૂંડવા ખાડીને પસાર થાય છે તે ખાડી ઉપર પુલ તાત્કાલિક બનાવવામાં આવે તેવી બાર જેટલા ગામોની માંગણી છે.આ બાબતે અવારનવાર સાંસદ સભ્ય, ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી છે.પરંતુ હજી સુધી ભુંડવા ખાડી પર અવિધા જરસાડ વચ્ચે પુલ બનાવવાનું કોઈ મુહૂર્ત નીકળ્યું નથી! અવિધા ગામ
હાલમાં મોટા સેન્ટર તરીકે ઉભરી આવ્યું છે.અહીં સીએચસી હોસ્પિટલ જ્યાં તાલુકા ભરમાંથી અકસ્માત થયેલા ઈજાગ્રસ્તો અથવા સામાન્ય સારવાર લેવા માટે તથા તથા પોસ્ટમોર્ટમ કરવા માટે લોકો આવતા હોય છે.ઉપરાંત અહીં આરોગ્ય વર્ધક મંડળ સંચાલિત ફિઝિયોથેરાપી હોસ્પિટલ તેમજ સ્વામિનારાયણ ગુરુકુળ આવેલ છે.અવિધા જરસાડ પ્રાંકડ ભાલોદ માર્ગ બાર જેટલા ગામોના લોકો અવર-જવર કરવા માટે ઉપયોગ કરતા હોય છે.ચોમાસા દરમ્યાન ભુંડવા ખાડીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે લોકોને પાંચ કીમી નો રસ્તો ફેરાવો ફરીને રાજપારડી થી અવિધા બાર કીમી નું વધુ અંતર કાપીને આવવું પડે છે.ઉપરોક્ત ગામોના લોકો ઝઘડિયા અંકલેશ્વર દહેજ જીઆઈડીસીમાં પણ આવન જવાન માટે આ માર્ગનો ઉપયોગ કરે છે પરંતુ ખાડીમાં પાણી આવી જતા હોય સામાન્ય બનાવેલી સુપડી ઉપરથી પાણી વહે છે,જેથી અવિધા જરસાડ વચ્ચે ભૂંડવા ખાડી પર એક પુલ નું નિર્માણ થાય તેવું બાર જેટલા ગામોના આગેવાનો અને લોકો ઈચ્છી રહ્યા છે.




