રાજપીપળામાં 30 જેટલી ખાણી પીણીના સ્ટોલ-લારીઓનું સઘન ચેકીંગ

SHARE:

– 27 કિલોથી વધુ બિનઆરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી અને 26 લિટર પાણીનો નાશ કરાયો

– મદદનીશ કમિશ્નરની કચેરી,ખોરાક અને ઔષધ નિયમન તંત્રનું અભિયાન

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

હાલ ચાલી રહેલી વરસાદી ઋતુમાં દૂષિત અને અસ્વચ્છ ખોરાકના કારણે રોગચાળો ફેલાવાની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને મદદનીશ કમિશ્નરની કચેરી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજપીપળા શહેરમાં સઘન ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ અભિયાન અંતર્ગત સિવિલ હોસ્પિટલની આસપાસ તેમજ ગાર્ડન વિસ્તાર ખાતે આવેલા ખાણી પીણીના સ્ટોલ અને લારીઓ સહિત કુલ 30 જેટલા એકમોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વેપારીઓને ખાદ્ય ચીજવસ્તુઓ હંમેશા ઢાંકીને રાખવા, સ્વચ્છ અને ક્લોરીનેટેડ પાણીનો જ ઉપયોગ કરવા તેમજ ખાદ્ય ચીજવસ્તુઓ તળવા માટે વપરાતા તેલને સમયાંતરે બદલવાની સૂચનાઓ આપવામાં આવી હતી.

તપાસ દરમ્યાન કેટલીક જગ્યાએ અનહાઇજીનિક અને માનવ આરોગ્ય માટે અયોગ્ય ખાદ્ય સામગ્રી જોવા મળતાં સ્થળ પર જ તેનો નાશ કરાવવામાં આવ્યો હતો.તેમાં 21 કિલોગ્રામ બટાકાનો માવો અને મન્ચુરિયન બોલ્સ, 6 કિલોગ્રામ મન્ચુરિયન બનાવવા માટેનો લોટ, આશરે 26 લિટર પાણીપૂરીનું પાણી તેમજ કૃત્રિમ રંગના 10 પેકેટનો સમાવેશ થાય છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વેપારીઓને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ સ્વચ્છતા અને ગુણવત્તાના તમામ ધોરણોનું પાલન કરવાની સૂચના આપવામાં આવી હતી. સાથે જ ચોમાસાની ઋતુ દરમિયાન સ્વચ્છતા જાળવી સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થોનું વેચાણ કરવા ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!