ભરૂચ પાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં ફોગીંગ અને દવા છંટકવા કામગીરી હાથ ધરાઈ

SHARE:

– મેલેરિયા વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો : રોગચાળો ન ફેલાઈ તેની તકેદારી 

ભરૂચ,

છેલ્લા કેટલાક દિવસોથી ભરૂચમાં પડી રહેલા વરસાદને કારણે મચ્છરોરો ઉપદ્રવ ન ફેલાઈ અને લોકો બીમારીમાં ન સપડાય તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં પાલિકા દ્વારા ફોંગીગ અને દવા છંટકાવ કામગીરી હાથ ધારવામાં આવી રહી છે.

હવામાન વિભાગની આગાહીના પગલે ભરૂચ શહેર અને જીલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે શહેરમાં કાદવ કીચડ નું સામ્રાજ્ય જોવા મળતું હોય છે જેથી મચ્છરનો ઉપદ્રવ વધતો હોય છે.ત્યારે આ મચ્છરના ઉપદ્રવ ને ડામવા અને રોગચાળો ન ફેલાઈ તેની તકેદારીના પગલે ભરૂચ નગરપાલિકા ના મેલેરિયા વિભાગ દ્વારા સતત પાલિકા હદ વિસ્તારના વિવિધ વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વે હાથ ધરવા સાથે પેરા ડોમેસ્ટિક કામગીરી કરી ફોગીંગ અને દવાનો છંટકાવ કરી રહ્યા છે.

ભરૂચ જીલ્લામાં વરસાદના રેડ એલર્ટ વચ્ચે ભરૂચ પાલિકાના સતર્ક બન્યું છે.વરસાદ વરસ્યા બાદ થતા કાદવ કીચડની તરત જ સાફ સફાઈ કરવામાં આવી રહી છે.સાથે મેલેરિયા વિભાગ દ્વારા પણ વિવિધ વિસ્તારોમાં ડોર ટુ ડોર કામગીરી કરવામાં આવી રહી છે.જેથી શહેરીજનો રોગચાળામાં સપડાય નહીં.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!