ભરૂચ,
ભરૂચ જિલ્લામાં તથા ઉપરવાસમાં થઈ રહેલા સતત અનરાધાર વરસાદને કારણે કીમ નદી (Kim River) બે કાંઠે વહી રહી છે અને જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે.નદીના ધસમસતા પ્રવાહ અને પૂરના જોખમને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં આવેલા ગામો માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
કીમ નદીના વધતા જળસ્તરને કારણે હાંસોટ અને વાલિયા તાલુકાના કીમ નદી કિનારે આવેલા 19 જેટલા ગામોમાં પૂરનું પાણી ઘૂસી જવાની શક્યતા સર્જાઈ છે.નાગરિકોની સુરક્ષા અને જાનમાલનું રક્ષણ સુનિશ્ચિત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચે મુજબના તમામ ગામોના રહીશોને અને આજુબાજુના તમામ રહીશોને તાત્કાલિક ધોરણે સલામત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવે છે.
હાંસોટ તાલુકાના ઈલાવ, કંટિયાજાળ, ખરચ, વમલેશ્વર, પાંજરોલી,ઓભા,આસરમા તેમજ વાલિયા તાલુકાના ડહેલી, દણસોલી, પણસોલી, કરા, ગાંધુ, શીર, દોલતપુર, કેસરગામ,ઈટકલા,તુણા, લૂણા,સિનાડા ગામો અસરગ્રસ્ત થઈ શકે છે.
જેથી જિલ્લા વહીવટી તંત્રની મહત્વપૂર્ણ માર્ગદર્શિકા અને સૂચનાઓ આપી છે. જેમાં સુરક્ષિત સ્થાનાંતર: ઉક્ત તમામ ગામોના ગ્રામજનોએ પોતાના કિંમતી સામાન, જરૂરી દસ્તાવેજો, દવાનો જથ્થો અને પાલતુ પશુઓને સાથે રાખીને વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા નજીકના આશ્રયસ્થાન/સુરક્ષિત સ્થળે તુરંત ખસી જવું.નદી કિનારે જવાની મનાઈ: કોઈ પણ નાગરિકે કીમ નદીના કિનારે, પુલ પર કે પૂરના પાણી જોવા જવું નહીં, તેમજ પાણીના ક્રોસિંગ કે કોઝવે ઓળંગવાનો સાહસ કરવો નહીં. અફવાઓથી બચવું: સોશિયલ મીડિયા કે અન્ય બિનઅધિકૃત સ્ત્રોતોથી ફેલાતી અફવાઓ પર ધ્યાન ન આપવું અને માત્ર સરકારી તંત્રની અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખવો. ટીમો તૈનાત: મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી (TDO) અને પોલીસ તંત્ર સહિત વહીવટી તંત્રની ટીમ સ્થળ પર હાજર રહી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. આપાતકાલીન સ્થિતિ માટે NDRF / SDRF ની ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (કંટ્રોલ રૂમ) હેલ્પલાઈન:
કોઈ પણ ઈમરજન્સી અથવા સહાય માટે ભરૂચ જિલ્લા કંટ્રોલ રૂમ નંબર 1077 અથવા 02642-242300 પર તુરંત સંપર્ક કરવો.
તાલુકા કંટ્રોલ રૂમ હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.
હાંસોટ તાલુકો
તાલુકા કંટ્રોલ રૂમ નંબર ૦૨૬૪૬-૨૬૨૦૨૬
મામલતદાર ૭૫૬૭૦૦૧૩૬૨
નાયબ મામલતદાર(પૂર) ૯૮૨૪૧૩૧૪૪૫
વાલિયા તાલુકો
કંટ્રોલરૂમ ૦૨૬૪૩-૨૭૦૬૨૩
મામલતદાર ૮૫૧૧૦૦૬૨૪૪ નાયબ મામલતદાર (પુર)૯૪૨૬૮૮૩૪૫૨
નેત્રંગ તાલુકો
કંટ્રોલરૂમ ૦૨૬૪૩-૨૮૨૩૩૮ મામલતદાર ૮૨૦૦૬૩૮૩૯૫
નાયબ મામલતદાર (પુર) ૯૯૦૯૬૨૩૨૬૦




