(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
વાવડી ગામે પોતાના ખેતમાં પાણી ભરાતા નુકસાન સામે ખેડૂત વરસતા વરસાદમાં રોડ પર ધરણા પર બેસી ગયા હતા.નર્મદામાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા.એનાથી ખેતીનો ઊભો પાક પાણીમાં ડૂબ્યો હતો.જેને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે.
રાજપીપલાના વાવડી રોડ પર આવેલા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા.શ્રી રામ હેરિટેજ સોસાયટીના બિલ્ડર દ્વારા વરસાદી પાણીની કાંસ પર નાની સાઈઝની સિમેન્ટની પાઈપ નાખી વરસાદી પાણીનો અવરોધ કરી દેતા સિમેન્ટની પાઈપો વરસાદી પાણી નો અવરોધ બની ગઈ છે.
ખેડૂત હેમંત વસાવાદ્વારા મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને સિમેન્ટની પાઈપ હટાવવાની ખેડૂતે કરી માંગ. કરી છે.જો પાઈપ હટાવવામાં નય આવેતો ખેડૂતે વરસતા વરસાદમાં ધરણા પર બેસી જવાની ચીમકી ઉચ્ચારી હતી.જ્યાં સુધી પાઈપો હટાવે નહીં ત્યાં સુધી ધરણા પરથી નહીં હટવાની ચીમકી પણ આપી છે હાલ તેઓ ધરણા પર બેસી ગયા છે.




