(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદામાં ચોમાસામાં બોરિંગ માંથી કુદરતી રીતે પાણીના ઝરા ફૂટવાની ઘટના સામે આવી છે.ભારે વરસાદ બાદ અચરજ પમાડતા દ્રશ્યો જોવા મળ્યા છે.
આ ઘટના ડેડિયાપાડા તાલુકાના નાની સિંગલોટી ગામમા જોવા મળી છે.બોર કરેલા હેન્ડ પંપ માંથી કુદરતી રીતે પાણીના ઝરા ફૂટ્યા હતા.સામાન્ય રીતે હેન્ડ પંપ ને ત્રણ-ચાર વખત હલાવામાં આવે તો પાણી નીકળતુ હોય છે.પરંતુ આ હેન્ડ પંપ માંથી આપમેળે કુદરતી રીતે સતત એકધારા પાણીના ફુવારા ઉડી રહ્યા છે.ભારે વરસાદના કારણે ભૂગર્ભમાં પાણીનું પ્રેશર વધતા યાં ઊંડા ગયેલા જળસ્ત્રોત ઊંચા આવતા આવું બની શકે.




